GU/690120c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દરેક જીવાત્માઓ આનંદ પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે, કારણ કે તે ભગવાનનો અભિન્ન અંશ છે. કારણ કે તે અભિન્ન અંશ છે, તે પણ ભોક્તા છે, જો કે સૂક્ષ્મ માત્રામાં. પરંતુ તે ભગવાનના સંગમાં આનંદ પ્રાપ્ત કરી શકે છે. તો ભગવાનનો સંગ પ્રાપ્ત કરવા માટે, તેણે પોતાની જાતને શુદ્ધ કરવી પડે. યસ્માદ બ્રહ્મ-સૌ... બ્રહ્મ, બ્રહ્મ-સૌખ્યમ. બ્રહ્મ મતલબ અનંત, અથવા આધ્યાત્મિક. આધ્યાત્મિકનો અર્થ છે અમર્યાદિત, અનંત, શાશ્વત — સૌથી મહાન. આ બ્રહ્મના કેટલાક અર્થ છે. તો તમે આનંદની શોધમાં છો; તે તમારો વિશેષાધિકાર છે. તે તમારો અધિકાર છે. તમે આનંદિત હોવા જ જોઈએ. પરંતુ તમે આ ઇન્દ્રિય તૃપ્તિના સ્તર પર આનંદ શોધી રહ્યા છો, તમને તે ક્યારેય મળશે નહીં. જો તમે તમારા અસ્તિત્વને શુદ્ધ કરો છો, તો તમને તમારા આધ્યાત્મિક અસ્તિત્વમાં અમર્યાદિત આનંદ મળે છે."
690120 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ