GU/690222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જન્મ કર્મ મે દિવ્યમ
યો જાનાતિ તત્ત્વત:
ત્યક્ત્વા દેહમ પુનર જન્મ
નૈતિ મામ ઇતિ કૌંતેય
(ભ.ગી ૪.૯)

ચોથા અધ્યાયમાં એવું કહેવામાં આવ્યું છે કે 'મારા પ્રાકટ્ય, અપ્રાકટ્ય અને કર્મો બધા જ દિવ્ય છે. જે પણ વ્યક્તિ મારા કર્મો, પ્રાકટ્ય અને અપ્રાકટ્યની દિવ્ય પ્રકૃતિને સમજી શકે છે, પરિણામ છે, 'ત્યક્ત્વા દેહમ, 'આ શરીર છોડ્યા પછી', પુનર જન્મ નૈતિ, 'તે આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી'. તે ચોથા અધ્યાયમાં જણાવાયું છે. તેનો અર્થ તરત જ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ એક તથ્ય છે."

690222 - ભાષણ ભ.ગી ૦૭.૦૧ - લોસ એંજલિસ