GU/690330 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો એતિહાસિક સંદર્ભોમાંથી પણ, એક પણ વ્યક્તિ એવી નથી કે જેની તુલના કૃષ્ણ સાથે કરી શકાય. તેથી તેઓ સર્વ-આકર્ષક છે. અને આપણે જે કઈ પણ અનુભવીએ છીએ તે, તે કૃષ્ણ ની શક્તિની અભિવ્યક્તિ છે. પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (શ્વેતાશ્વેતર ઉપનિષદ ૬.૮, ચૈ.ચ મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). તેમની શક્તિઓ અલગ રીતે પ્રગટ થાય છે. તેવી જ રીતે, વિષ્ણુ પુરાણમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે, પરાસ્ય બ્રહ્મણ: શક્તિસ તથૈવ અખિલમ જગત (વિષ્ણુ પુરાણ ૧.૨૨.૫૬). અખિલમ જગતનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડિક અભિવ્યક્તિ એ પૂર્ણ પુરષોત્તમ ભગવાનની બહુવિધ-શક્તિઓનું પ્રાકટ્ય છે."
690330 - ભાષણ - હવાઈ‎