GU/690401b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આધ્યાત્મિક ગુરુ આવશ્યક છે અને તેમનો દિશા નિર્દેશ જરૂરી છે. તે ગુરુ શિષ્ય પરંપરાની પ્રણાલી છે. ભગવદ્ ગીતામાં પણ અર્જુન શરણાગત થઈ રહ્યો છે. તે કૃષ્ણનો મિત્ર હતો. શા માટે તેણે શરણાગતિ સ્વીકારી," હું તમારો શિષ્ય છું"? તમે જુઓ ભગવદ્ ગીતામાં. તેને કોઈ જરૂર નહોતી. તે અંગત મિત્ર હતો, વાતો કરતો હતો, સાથે બેસતો હતો, સાથે જમતો હતો. છતાં, તેણે કૃષ્ણને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા. તો તે માર્ગ છે. સમજવાની એક પ્રણાલી છે. તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શિષ્યસ તે અહમ: "હું હવે તમારો શિષ્ય છું." શિષ્યસ તે અહમ શાધી મામ પ્રપન્નમ (ભ.ગી ૨.૭) "તમે કૃપા કરીને મને માર્ગદર્શન આપો." અને પછી તેમણે ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. જ્યાં સુધી કોઈ શિષ્ય ન બને ત્યાં સુધી શિક્ષા આપવા પર પ્રતિબંધ છે."
690401 - વાર્તાલાપ - સાન ફ્રાન્સિસ્કો‎