GU/690409 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ છોકરો, જોકે એક નાસ્તિકના પરિવારના જન્મ્યો હતો - તેના પિતા એક મોટા નાસ્તિક હતા - પણ કારણકે તેને એક મહાન ભક્ત, નારદ, દ્વારા કૃપા પ્રાપ્ત હતી, તે એક મહાન ભક્ત બન્યો. હવે તેણે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવાની તક લીધી, ક્યાં? તેની શાળામાં. તેની શાળામાં. તે પાંચ વર્ષનો છોકરો હતો, અને જેવી તેને તક મળતી તે તેના સહપાઠીઓમાં કૃષ્ણ ભાવનામૃત ફેલાવતો. તે તેનું કાર્ય હતું. અને ઘણી વાર પ્રહલાદ મહારાજનો પિતા શિક્ષકોને બોલાવતો, 'તો, તમે મારા બાળકને શું શિક્ષા આપો છો? શા માટે તે હરે કૃષ્ણ જપ કરે છે?' (હાસ્ય) 'શા માટે તમે મારા છોકરાને બગાડો છો?' (હાસ્ય) તમે જોયું? તો એવું ના વિચારો કે હું આ છોકરાઓ અને છોકરીઓને હરે કૃષ્ણ શીખવાડીને બગાડું છું. (હાસ્ય)."
690409 - ભાષણ - શ્રી.ભા. ૭.૬.૧ - ન્યુ યોર્ક