GU/690430 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન કૃષ્ણ કહે છે કે જીવનના ભૌતિક ખ્યાલમાં, અથવા જીવનના શારીરિક ખ્યાલમાં, આપણી ઇન્દ્રિયો બહુ પ્રબળ હોય છે. વર્તમાન સમયે તે ચાલી રહ્યું છે. વર્તમાન સમયે નહીં; આ ભૌતિક સૃષ્ટિના સર્જન કાળથી આ ચાલી રહ્યું છે. તે રોગ છે, કે 'હું આ શરીર છું'. શ્રીમદ ભાગવત કહે છે કે યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે સ્વ-ધી: કલત્રાદિશુ ભૌમ ઇજ્ય ધી: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩), કે જે પણ વ્યક્તિને આ શારીરિક સમજણનો ખ્યાલ છે, કે 'હું આ શરીર છું આત્મ-બુદ્ધિ કુણપે ત્રિ-ધાતુ. આત્મ-બુદ્ધિ: મતલબ આ ચામડી અને હાડકાના કોથળામાં પોતાનો ખ્યાલ. આ કોથળો છે. આ શરીર ચામડી, હાડકા, રક્ત, મૂત્ર, મળ, અને ઘણી બધી સરસ વસ્તુઓનો કોથળો છે. તમે જોયું? પણ આપણે વિચારીએ છીએ કે 'હું આ હાડકા અને ચામડી અને મળ અને મૂત્રનો કોથળો છું. તે આપણું સૌંદર્ય છે. તે આપણું સર્વસ્વ છે'."
690430 - ભાષણ નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી - બોસ્ટન