GU/690507 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દરેક યુગમાં, મનુષ્યોનો એક વર્ગ હોય છે જે વિદ્વાન હોય છે. તો આ વિદ્વાન મનુષ્યોના વર્ગને બ્રાહ્મણ કહેવામાં આવે છે. અને પછીનો વર્ગ, શાસનકર્તા વર્ગ. જે લોકો રાજનીતિમાં ભાગ લે છે રાજ્યની, સરકારની, સાર સંભાળ માટે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, પછી વૈશ્યો. વૈશ્યો મતલબ વણિક વર્ગ, જેઓ લોકોના ઉપયોગ માટે વસ્તુઓ ઉત્પાદન કરવાની ઈચ્છા ધરાવે છે. વેપારી વર્ગ, ધંધાદારીઓ, તેઓ વૈશ્યો કહેવવાય છે. અને છેલ્લો વર્ગ, ચોથો વર્ગ, તેને શુદ્ર કહેવાય છે. શુદ્ર મતલબ તેઓ નથી વિદ્વાન, કે નથી પાલક કે નથી વેપારી વર્ગ, પણ તેઓ બીજાની સેવા કરી શકે છે. બસ તેટલું જ. તો તે કહ્યું છે કે કલૌ શુદ્ર સંભવ. આધુનિક યુગમાં, લોકોને યુનિવર્સિટીમાં શુદ્ર બનવાનું શીખવવામાં આવે છે."
690507 - હાર્વર્ડ યુનિવર્સિટી ડિવિનિટી કેમ્બ્રિજ સ્કૂલમાં ભાષણ - બોસ્ટન