GU/690509 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અદ્વૈત મતલબ કૃષ્ણ પોતાનું વિસ્તરણ કરે છે. કૃષ્ણ પોતાને વિસ્તારીત કરી શકે છે, તે ભગવાન છે. જેમ કે હું અહી બેઠો છું, તમે અહી બેઠા છો. ધારો કે ઘરે તમારા સંબંધીને તમારી જરૂર હોય, પણ જો કોઈ વ્યક્તિ પૂછે કે 'શ્રીમાન ફલાણા અને ફલાણા ઘરે છે,' તો જવાબ હશે... 'ના. તે ઘરે નથી'. કૃષ્ણ તેવા નથી. કૃષ્ણ, ગોલોક એવ નિવસતિ અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). તેઓ સર્વત્ર હાજર છે. એવું નથી કે કારણકે કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુન સમક્ષ બોલી રહ્યા હતા, તેથી તેઓ ગોલોક અથવા વૈકુંઠમાં ન હતા, ફક્ત ગોલોકમાં, વૈકુંઠમાં જ નહીં, બધે જ. તમે ભગવદ ગીતામાં જોશો કે કૃષ્ણ અત્યારે અહિયાં પણ છે. ઈશ્વર: સર્વભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). કૃષ્ણ દરેકના હ્રદયમાં છે. તમારા હ્રદયમાં કૃષ્ણ છે, મારા હ્રદયમાં કૃષ્ણ છે, દરેકના હ્રદયમાં."
690509 - ભાષણ - ભ.ગી. ૪.૧-૨ - કોલંબસ