GU/690908 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સસલા, જ્યારે તેઓ એક શિકારીનો સામનો કરે છે અને તે સમજે છે કે 'હવે મારું જીવન જોખમમાં છે', ત્યારે તે આંખો બંધ કરી દે છે. તે વિચારે છે કે 'સમસ્યા હલ થઈ ગઈ છે.' (હસીને) અને શાંતિથી તેને મારી નાખવામાં આવે છે. (હસે છે) તમે જોયું? એ જ રીતે, તેમની સમસ્યાઓ તો છે જ, પરંતુ આપણે આંખો બંધ કરી રહ્યા છીએ: 'ઓહ, કોઈ સમસ્યા નથી. અમે ખૂબ ખુશ છીએ'. બસ તેટલું જ. (હાસ્ય) તો આને માયા કહેવામાં આવે છે. સમસ્યા હલ થતી નથી, પરંતુ તેઓ વિચારી રહ્યા છે કે આંખો બંધ કરવાથી સમસ્યા હલ થઈ ગઈ છે. બસ. હવે, સમસ્યાનું સમાધાન અહીં છે, જેમ કૃષ્ણ ભગવદ્ ગીતાનાં ચૌદમા શ્લોક સાતમા અધ્યાયમાં કહે છે: “ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા આપવામાં આવતી સમસ્યાઓનું નિવારણ કરવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જે મને શરણાગત છે, તે બહાર આવી જાય છે." તેથી આપણે જીવનની સમસ્યાઓ હલ કરવા માટે આ કૃષ્ણ ભાવનામૃતને શીખવી રહ્યા છીએ."
690908 - વાર્તાલાપ - હેમ્બર્ગ‎