GU/690913b ભાષણ - શ્રીલ પ્રભુપાદ Tittenhurst માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો શાકાહારી ક્ષેત્રમાં આપણી પાસે ઘણા બધા ખાદ્યપદાર્થો છે, અને કૃષ્ણ તમને કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ (ભ.ગી ૯.૨૬). 'જે કોઈ પણ મને અર્પણ કરે છે...' આ સાર્વત્રિક છે. પત્રમનો અર્થ એક પાંદડું છે. જેમ કે એક પાંદડું. પુષ્પમ, એક ફૂલ. અને પત્રમ પુષ્પમ ફલમ. ફલમ એટલે ફળ. અને તોયમ એટલે પાણી. તો કોઈપણ ગરીબ માણસ કૃષ્ણને અર્પણ કરી શકે છે. વૈભવી ખાદ્યપદાર્થોની કોઈ જરૂર નથી, પરંતુ તે સૌથી ગરીબ માણસ માટે છે. ગરીબ માણસોમાંથી ગરીબ માણસો આ ચાર વસ્તુઓને સુરક્ષિત કરી શકે છે - એક નાનકડું પાન, નાનું ફૂલ, થોડું ફળ અને થોડું પાણી. વિશ્વના કોઈપણ ભાગમાં. તેથી તેઓ સૂચવે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ: 'જે કોઈ મને પ્રેમ અને ભક્તિથી પ્રદાન કરે છે...' તદ્ અહમ ભક્તિ ઉપહૃતમ. 'કારણ કે તે મારી પાસે પ્રેમ અને ભક્તિ સાથે લાવવામાં આવ્યું છે', અશ્નામી, 'હું ખાઉં છું'."
690913 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧-૨ - ટાઇટનહર્સ્ટ