GU/700220b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચેતનાની માત્રા તે ભગવાન અને જીવ વચ્ચેનું અંતર છે. આપણી ચેતના સીમિત છે, અને કૃષ્ણની ચેતના અસીમિત છે, અગાધ છે. તો આપણે આપણા પૂર્વ જન્મો વિષે બધું ભૂલી ગયા હોઈ શકીએ છીએ, પણ કૃષ્ણ ભૂલતા નથી. કૃષ્ણ તમારા દરેક કાર્યનો હિસાબ રાખે છે. તેઓ તમારા હૃદયમાં વસે છે: ઈશ્વર: સર્વ-ભૂતાનામ હૃદ દેશે અર્જુન-તિષ્ઠતિ (ભ.ગી. ૧૮.૬૧). તેઓ હિસાબ રાખે છે. તમારે કઈક કરવું હતું. "ઠીક છે," કૃષ્ણ કહે છે, "કર." તમારે વાઘ બનવું હતું? "ઠીક છે," કૃષ્ણ કહે છે, "તું વાઘ બન, અને તું પશુનો શિકાર કર અને તાજું રક્ત ચૂસીને, તારી ઇન્દ્રિયોને તૃપ્ત કર." તો કૃષ્ણ તમને તક આપે છે. તેવી જ રીતે, જો તમારે કૃષ્ણ-ભક્ત બનવું છે, કૃષ્ણ ભાવનાભાવિત, અને તેમની સાથે આનંદ માણવો છે, તેઓ તમને સગવડ આપશે. તેઓ તમને બધી જ સગવડો આપશે. તમારે કઈ પણ બનવું છે, તેઓ તમને પૂર્ણ સગવડ આપશે. જો તમે તેમને ભૂલવા માંગો છો, તેઓ તમને એટલી બુદ્ધિ આપશે કે તમે તેમને હંમેશ માટે ભૂલી જશો. અને જો તમારે તેમની સાથે સંગ કરવો છે, તો તેઓ તમને તક આપશે, વ્યક્તિગત સંગ, જેમ કે ગોપીઓ, ગ્વાલ બાળકો, કૃષ્ણ સાથે રમતા."
700220 - ભાષણ સન્યાસ દીક્ષા - લોસ એંજલિસ