GU/710203 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઓતમ પ્રોતમ પટવદ યત્ર વિશ્વમ — આ બ્રહ્માંડની અભિવ્યક્તિ આ બાજુ અને તે બાજુના વણાટના દોરાની માફક છે. બંને બાજુ દોરા છે, જેમ કાપડની બે બાજુ હોય છે; બંને બાજુ લંબાઈ અને પહોળાઈ, બંને બાજુ દોરા હોય છે. તે જ રીતે, સમગ્ર બ્રહ્માંડની અભિવ્યક્તિ, લંબાઈ અને પહોળાઈમાં, સર્વોચ્ચ સ્વામીની શક્તિ કાર્યરત છે. ભગવદ્દ ગીતામાં પણ તે કહ્યું છે, સૂત્રે મણિ-ગણા ઈવ (ભ.ગી. ૭.૭). જેમ એક જ દોરામાં માળા અથવા મોતી વણાયેલા હોય છે, તે જ રીતે કૃષ્ણ, અથવા પરમ સત્ય, દોરા જેવું જ છે, અને બધું, બધા ગ્રહો અથવા બધા વિશ્વ, બધા બ્રહ્માંડ, તે દોરામાં વણાયેલા છે, અને તે દોરો છે કૃષ્ણ. કૃષ્ણ પણ કહે છે, એકાંશેન સ્થિતો જગત (ભ.ગી. ૧૦.૪૨): એક ચતુર્થ શક્તિમાં, સમગ્ર ભૌતિક સર્જન ટકેલું છે."
710203 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૨ - ગોરખપુર‎