GU/710214b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં રાખો છો, ત્યારે તમે આધ્યાત્મિક શક્તિમાં રહો છો, અને જ્યારે તમે કૃષ્ણ ભાવનામૃત વિના હોવ છો, ત્યારે તમે ભૌતિક શક્તિમાં રહો છો. જ્યારે તમે ભૌતિક શક્તિમાં રહો છો, તો પછી તમારી પ્રકાશની ગુણવત્તા, કારણ કે તમે અગ્નિ સમાન છો, કૃષ્ણના અભિન્ન અંશ છો, તે લગભગ બુઝાયેલી હોય છે. તેથી આપણે કૃષ્ણને ભૂલી ગયેલા છીએ. કૃષ્ણ સાથેનો આપણો સંબંધ વ્યાવહારીક રીતે બુઝાઇ ગયો છે. અને ફરીથી, અગ્નિ, તણખલું, જો તે સૂકા ઘાસ પર પડે છે, તો ધીમે ધીમે, ઘાસ સળગે છે. જો આપણે... કારણકે આ ભૌતિક જગતમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો હોય છે. જો આપણે સત્વગુણમાં હોઈએ છીએ, તો આપણી આધ્યાત્મિક શક્તિ ફરીથી ઝળહળતી અગ્નિ બની જાય છે."
710214 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૬.૧૫૧-૧૫૪ - ગોરખપુર‎