GU/710407 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે એક સરસ ઉદાહરણ દ્વારા સમજી શકો છો: જેમ સરકાર શરાબની દુકાન ખોલે છે. તેનો અર્થ એ નથી કે સરકાર શરાબ પીવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તે એવું નથી. વિચાર એ છે કે જો સરકાર અમુક દારૂડિયાઓને પીવા દેશે નહીં, તો તેઓ ઉત્પાત કરશે. તેઓ શરાબનું ગેરકાયદેસર નિસ્યંદન કરશે. તેમને રોકવા માટે, સરકાર શરાબની દુકાન ખૂબ જ, ખૂબ જ ઊંચી કિંમતે ખોલે છે. કિમત... જો કિંમત એક રૂપિયાની હોય તો સરકારી આબકારી વિભાગ સાઈઠ રૂપિયા લે છે. તો વિચાર પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ પ્રતિબંધિત કરવાનો છે. વિચાર છે પ્રતિબંધ કરવાનો, ઓછામાં ઓછો આપણા દેશમાં. તે જ રીતે, શાસ્ત્રમાં જ્યારે મૈથુન જીવન અથવા માંસાહાર અથવા શરાબ માટે છૂટ હોય છે, ત્યારે તે ઉશ્કેરવા માટે નથી કે "તમે જેટલું શક્ય હોય તેટલું આ કાર્ય કરતા જ જાઓ." ના. ખરેખર તે પ્રતિબંધ માટે છે."
710407 - ભાષણ ભ.ગી. ૭.૧૬ - મુંબઈ‎