GU/710407b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જે પણ વ્યક્તિ લોકોનું ધ્યાન કૃષ્ણથી અ-કૃષ્ણ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે... તે આધુનિક કહેવાતા તત્ત્વજ્ઞાનીઓ અને શિક્ષણવિદો અથવા ધર્મવાદીઓનું કાર્ય છે. તેઓ ભગવદ્‌ ગીતાને જીવન પર્યન્ત વાંચવાનું ચાલુ રાખશે પરંતુ અર્થઘટન જુદી રીતે કરશે જેથી લોકો કૃષ્ણને શરણાગત ન થાય. તે તેમનું કાર્ય છે. આવી વ્યક્તિઓને દુષ્કૃતિન કહેવામાં આવે છે. તેઓ પોતે પણ કૃષ્ણને શરણાગત થવા તૈયાર નથી, અને તેઓ બીજાને પણ કૃષ્ણને શરણાગત ન થવા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે જ તેમનું કાર્ય છે. આવા વ્યક્તિઓ દુષ્કૃતિન, દુષ્કર્મ કરનારા, બદમાશો, ધૂર્તો છે કે જે લોકોને અન્ય રીતે ભટકાવી રહ્યા છે."
710407 - પંડાલ ભાષણ - મુંબઈ‎