GU/720423 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ટોક્યોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ પરિસ્થિતી, આપણો પદાર્થ સાથેનો સંપર્ક, બિલકુલ એક સ્વપ્ન જેવુ છે. વાસ્તવમાં આપણે પતિત નથી. તેથી, કારણકે આપણે પતિત નથી, કોઈ પણ ક્ષણે આપણે આપણી કૃષ્ણ ભાવના જાગૃત કરી શકીએ છીએ. જેવુ આપણે સમજીએ છીએ કે 'મારે આની સાથે કોઈ લેવાદેવા નથી. હું ફક્ત કૃષ્ણનો સેવક છું, શાશ્વત સેવક. બસ તેટલું જ', તરત જ તે મુક્ત થઈ જાય છે. બિલકુલ તેવું જ: જેવુ તમે... ક્યારેક આપણે તેવું કરીએ છીએ. જ્યારે ભયાનક સ્વપ્ન સહનશક્તિની બહાર જતું રહે છે, આપણે સ્વપ્ન તોડી દઈએ છીએ. આપણે સ્વપ્ન તોડી દઈએ છીએ, નહિતો તે અસહ્ય બની જાય છે. તેવી જ રીતે, આપણે આ ભૌતિક સંબંધ કોઈ પણ ક્ષણે તોડી શકીએ છીએ જેવા આપણે કૃષ્ણ ભાવનાના બિંદુ સુધી આવીએ છીએ: 'ઓહ, કૃષ્ણ મારા શાશ્વત સ્વામી છે. હું તેમનો સેવક છું'. બસ તેટલું જ. આ જ રીત છે. વાસ્તવમાં આપણે પતિત નથી. કોઈ પણ પતિત ના હોઈ શકે. તે જ ઉદાહરણ: કોઈ વાઘ છે જ નહીં, તે ફક્ત સ્વપ્ન છે. તેવી જ રીતે, આપણી પતિત અવસ્થા આપણું સ્વપ્ન છે. આપણે પતિત નથી. આપણે કોઈ પણ ક્ષણે આ ભ્રામિક અવસ્થાને છોડી શકીએ છીએ."
720423 - ભાષણ શ્રી.ભા. ૨.૯.૧ - ટોક્યો