GU/720425 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ટોક્યોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આજે સવારે હું કૃષ્ણના કાર્યો વાંચતો હતો. નિયમિતપણે તેઓ સૂર્યોદયના ત્રણ કલાક પહેલા ઉઠતાં હતા. નિયમિતપણે. તેમની પત્નીઓને ગમતું ન હતું. જેવુ કૂકડો બોલતો હતો, 'કા-કુ!' કૃષ્ણ તરત જ... (હાસ્ય) તે ચેતવણી છે. તે ચેતવણી છે, પ્રકૃતિની ચેતવણી. અલાર્મની કોઈ જરૂર નથી. અને અલાર્મ વાગતું રહે છે, અને તે ગાઢ ઊંઘમાં પડ્યો છે. (હાસ્ય). અને જો કોઈ રીતે તે ઉઠી જાય, તરત જ તે બંધ કરી દે જેથી તે પરેશાન ના કરે. પણ પ્રકૃતિનો અલાર્મ છે, તે કૂકડો ત્રણ વાગ્યે બોલે છે. અને કૃષ્ણ તરત જ ઉઠી જાય. જોકે તેઓ તેમની સુંદર રાણીઓ સાથે ઊંઘતા હતા. રાણીઓને ગમતું નહીં. તેઓ આ કૂકડાંને શાપ આપતી, 'હવે કૃષ્ણ જતાં રહેશે. કૃષ્ણ જતાં રહેશે'. પણ કૃષ્ણ, તેઓ જલ્દી ઉઠતાં. તમે કૃષ્ણ પુસ્તકમાં કૃષ્ણના કાર્યો વાંચો."
720425 - ભાષણ શ્રી.ભા. ૨.૯.૧-૮ - ટોક્યો