GU/720624 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વ્યક્તિએ સત્ય જોયેલું હોવું જ જોઈએ, સત્યનો સાક્ષાત્કાર. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવાભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). તે ગુરુ છે, મતલબ વ્યક્તિ કે જેણે સત્ય જોયેલું છે. કેવી રીતે તેણે સત્ય જોયેલું છે? પરંપરા પદ્ધતિથી. કૃષ્ણે તે કહ્યું છે, અને પછી બ્રહ્માએ તે જ વસ્તુ કહી છે, પછી નારદે તે જ વસ્તુ કહી છે, વ્યાસદેવે તે જ વસ્તુ કહી છે, અને પછી ગુરુ શિષ્ય પરંપરા, મધ્વાચાર્ય, માધવેન્દ્ર પૂરી, ઈશ્વર પૂરી, ભગવાન ચૈતન્ય, ષડ ગોસ્વામી, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી, શ્રીનિવાસ આચાર્ય, નરોત્તમ દાસ ઠાકુર, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર - આ રીતે - જગન્નાથ દાસ બાબાજી, ગૌર કિશોર દાસ બાબાજી, ભક્તિસિદ્ધાંત સરસ્વતી. પછી આપણે તે જ વસ્તુ કહી રહ્યા છીએ. એવું નથી કે 'કારણકે આપણે આધુનિક છીએ, આપણે, આધુનિક વિજ્ઞાન બદલાઈ ગયું છે'. કશું જ બદલાયું નથી. તે બધી મૂર્ખતા છે."
720624 - ભાષણ - શ્રી.ભા. ૨.૪.૧ - લોસ એંજલિસ