GU/720817 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે કહો, 'શા માટે તમે માનવ સમાજને બચાવવામાં રુચિ ધરાવો છો?' તે કૃષ્ણનું કાર્ય છે. કૃષ્ણ ઈચ્છે છે, ભગવાન ઈચ્છે છે, કે 'આ બધા જીવો, તે ભગવદ ધામ આવવા જોઈએ. શા માટે તેઓ પીડાઈ રહ્યા છે?' તેથી કૃષ્ણ વ્યક્તિગત રીતે આવે છે.
પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે
(ભ.ગી. ૪.૮)

કૃષ્ણ બહુ ચિંતિત છે. આપણે અહી પીડાઈ રહ્યા છીએ, સડી રહ્યા છીએ. આપણે કૃષ્ણના પુત્રો છીએ. કૃષ્ણને ગમતું નથી કે આપણે અહી સડીએ. તેઓ ઈચ્છે છે, 'ઘરે પાછા આવો, મારી સાથે નૃત્ય કરો, મારી સાથે ભોજન કરો'. પણ આ ધૂર્તો જશે નહીં. તેઓ અહી વળગેલા રહેશે: 'ના, સાહેબ. અહી બહુ સારું છે. હું ભૂંડ બનીશ અને મળ ખાઈશ. તે બહુ સ્વાદિષ્ટ છે'. તો આ પરિસ્થિતી છે."

720817 - ભાષણ - શ્રી.ભા. ૧.૨.૧૪ - લોસ એંજલિસ