GU/730516 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક માણસ શ્રીમંત ગણાય છે જ્યારે તેની પાસે ધાન્ય હોય છે, પૂરતી માત્રામાં, મારા કહેવાનો મતલબ, પૂરતી સંખ્યામાં, પૂરતી ગાયો. જેમ કે મહારાજ..., નંદ મહારાજ, કૃષ્ણના પાલક પિતા, તેઓ ૯,૦૦,૦૦૦ ગાયો રાખતા હતા. અને તેઓ શ્રીમંત માણસ હતા. તે મહારાજ હતા, રાજા. પણ વ્યવહાર જુઓ. તેમના પ્રિય પુત્ર, કૃષ્ણ અને બલરામ, તેમણે તેમના પર વિશ્વાસ મૂક્યો ગાયો અને વાછરડાઓની સંભાળ રાખવા માટે: 'વનમાં જાઓ'. તેઓ (કૃષ્ણ) આભૂષણો અને સુંદર વસ્ત્રથી અલંકારીત હતા, બધુ જ. બધા જ ગોપાળો, તેઓ ખૂબ જ ધનવાન હતા. તેમની પાસે પૂરતું ધાન્ય અને પૂરતું દૂધ હતું. સ્વાભાવિક રીતે તેઓ બધા શ્રીમંત હતા. પણ એવું નહીં કે ગાયો અને વાછરડાઓની સંભાળ કોઈ ભાડૂતી સેવકો દ્વારા રાખવામા આવતી. ના. તેઓ પોતે ધ્યાન રાખતા."
730516 - ભાષણ શ્રી.ભા. ૧.૯.૨ - લોસ એંજલિસ