GU/730522 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માતા યશોદા જુએ છે કે કૃષ્ણ ભગવાન છે. ગોપીઓ પણ, ગોપી જન વલ્લભ ગિરિ-વર-ધારી (જય રાધા માધવ). કૃષ્ણ ગોવર્ધન પર્વતને ઊંચકી રહ્યા છે. ભગવાન સિવાય તે કોણ કરી શકે? તેઓ તે જોઈ રહ્યા છે; છતાં તેઓ તે જાણતા નથી કે કૃષ્ણ ભગવાન છે. 'કૃષ્ણ અદ્ભુત છે', બસ તેટલું જ. તેમને જાણવું નથી કે કૃષ્ણ ભગવાન છે કે નહીં. તેમણે કૃષ્ણને પ્રેમ કરવો છે. કૃષ્ણ ભગવાન હોય કે ના હોય, તેનો ફરક નથી પડતો. જેમ કે જો તમે કોઈને પ્રેમ કરો, તે શું છે - તે ધનવાન માણસ છે, ગરીબ માણસ, શિક્ષિત અથવા અભણ - કોઈ ગણતરી નથી. પ્રેમ એવી વસ્તુ છે, ગણના. તેવી જ રીતે, ગોપીઓનો કૃષ્ણ માટેનો પ્રેમ શુદ્ધ છે. એવી કોઈ ગણના નથી કે કૃષ્ણ ભગવાન હતા, તેથી તેમને તેમની સાથે નૃત્ય કરવું હતું. ના. કૃષ્ણને તેમની સાથે નૃત્ય કરવું હતું, તેથી તેઓ કૃષ્ણ પાસે આવતી."
730522 - ભાષણ શ્રી.ભા. ૧.૯.૪૦ - ન્યુ યોર્ક