GU/731005 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે આપણા કહેવાતા ઘર, કહેવાતી પત્ની, બાળકોથી ખૂબ જ આસક્ત છીએ. અને અહીં છે... જ્ઞાનનો મતલબ છે આસક્તિ અનભિશ્વંગ:. આસક્તિર. તમારે, તેથી, એક ચોક્કસ ઉંમરે, વૈદિક સંસ્કૃતિ અનુસાર, વ્યક્તિને આ આસક્તિ છોડવા માટે ફરજ પાડવામાં આવે છે. સ્વાભાવિક રીતે, વ્યક્તિ પત્ની, બાળકો, ઘરથી આસક્ત હોય છે. પરંતુ વૈદિક સંસ્કૃતિ કહે છે કે, તે ઠીક છે... પચાસ વર્ષ સુધી, તમે આસક્ત રહી શકો. પણ પંચાશોર્ધ્વમ વનમ વ્રજેત: તમારા પચાસમા વર્ષ પછી, તમારે તમારૂ પારિવારિક જીવન છોડી દેવું જોઈએ. વનમ વ્રજેત. તપસ્યા માટે વનમાં જાઓ. તે પ્રણાલી હતી. અહીં હાલના ક્ષણે, દરેક જગ્યાએ, આખા વિશ્વમાં, જ્યારે તે મરવા જઈ રહ્યો છે, તો પણ તે તેના રાજકીય જીવન, સામાજિક જીવન, પારિવારિક જીવનથી આસક્ત છે. તે જ્ઞાન નથી. તે અજ્ઞાન છે. તમારે વિરક્ત થવું જ પડે."
731005 - ભાષણ ભ.ગી. ૧૩.૮-૧૨ - મુંબઈ‎