GU/740609 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભલે તમે પ્રાણી હોવ કે માણસ, જેવુ તમને આ ભૌતિક શરીર મળે છે, તમે સહન કરશો જ. આ પરિસ્થિતી છે. આ ભૌતિક પરિસ્થિતી છે. તેથી આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે, મારા કહેવાનો મતલબ, શરીરની કહેવાતી પીડાઓને ઓછી કરવા માટે. જ્યારે શરીર હોય છે, સહન તો કરવું જ પડે. તો આપણે શરીરની પીડાઓથી બહુ વિચલિત ના થવું જોઈએ, કારણકે તમારે સહન કરવું જ પડે, ભલે તમે બહુ સારી વ્યવસ્થા કરો. જેમ કે યુરોપ અને અમેરિકાની સરખામણીમાં. યુરોપીયન શહેરોમાં, આપણે ઘણી બધી સારી વ્યવસ્થા જોઈએ છીએ, જીવવાની સ્થિતિ, મોટા, મોટા ઘરો, મોટા, મોટા રસ્તાઓ, સરસ ગાડીઓ. ભારતની સરખામણીમાં, જો કોઈ ભારતીય આવે ભારતના ગામડામાથી, તે જોશે, 'તે સ્વર્ગ છે, આટલું સુંદર ઘર, આથી સુંદર ઇમારતો, આટલી સુંદર મોટર ગાડીઓ'. પણ શું તમે વિચારો છો કે તમે પીડાતા નથી? તે વિચારી શકે છે, ધૂર્ત વિચારી શકે છે કે 'અહી સ્વર્ગ છે'. પણ જે લોકો આ સ્વર્ગમાં રહી રહ્યા છે, તે જાણે છે કયા પ્રકારનું સ્વર્ગ છે તે. (હાસ્ય) તો પીડાઓ તો છે જ . જેવુ તમે આ ભૌતિક શરીર મેળવો છો પીડાઓ તો હશે જ."
740609 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧- પેરિસ