GU/740620 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જર્મનીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દુ:ખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). દુ:ખ. દુ:ખ મતલબ પીડા. આલયમ. આલયમ મતલબ સ્થળ. તો આ સૃષ્ટિના રચયિતા, પરમ ભગવાન, તેઓ કહી રહ્યા છે, 'આ પીડાઓ માટેનું સ્થળ છે', અને તેને મૃત્યુ-લોક કહેવાય છે, 'મૃત્યુ માટે' 'મરવા માટેનો ગ્રહ'. તેનો મતલબ મૃત્યુ શાશ્વત આત્મા માટે અસ્વાભાવિક છે. પણ જ્યાં પણ તમે આ ભૌતિક જગતમાં જીવો, તમે મરશો. તે ભૌતિક જગત છે. ક્યાં તો તમે બ્રહ્મા તરીકે જીવો અથવા તમે એક નાની કીડી તરીકે જીવો, તમારે મરવું પડશે જ. ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯): મૃત્યુ, અને ફરીથી જન્મ લેવો; મૃત્યુ, અને ફરીથી જન્મ લેવો. પણ આ ધૂર્તો, તેઓ જાણતા નથી. આ સ્વાભાવિક છે, બસ તેટલું જ, કે વ્યક્તિ આ જન્મ અને મૃત્યુને રોકી ના શકે, તેમની પાસે કોઈ જ્ઞાન નથી. અને છતાં, તેઓ મોટા, મોટા વિદ્વાનો છે."
740620 - સવારની લટાર - જર્મની