GU/740625 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પુરુષ મતલબ ભોક્તા. પુરુષ. અને પકૃતિ મતલબ જેનો આનંદ લેવામાં આવે છે. આનંદ માટે બે વસ્તુઓની જરૂર હોય છે: એક ભોક્તા, અને બીજો જેનો આનંદ લેવાય. જ્યારે આપણે કશું ખાઈએ છીએ, ખાવાવાળો ભોક્તા છે અને ખોરાક તે વસ્તુ છે જેનો આનંદ લેવામાં આવે છે. તો અહી, આ ભૌતિક જગતમાં જીવ, જોકે સ્વભાવથી તેનો આનંદ માણવામા આવે છે, પણ અજ્ઞાનતાથી તે પોતાને ભોક્તા તરીકે દાવો કરે છે. જેમ કે વ્યવહારિક ઉદાહરણથી, પુરુષ અને સ્ત્રી, પુરુષ ભોક્તા હોય છે અને સ્ત્રીનો આનંદ લેવામાં આવે છે. તો જેનો આનંદ લેવામાં આવે છે મતલબ પ્રકૃતિ, અથવા સ્ત્રી, અને ભોક્તા મતલબ પુરુષ. તો વાસ્તવમાં, આપણે બધા જીવો, આપણે પ્રકૃતિ છીએ; આપણે પુરુષ નથી."
740625 - ભાષણ ભ.ગી. ૧૩.૨૨-૨૪ - મેલબોર્ન