GU/750919 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: હવે મારી પાસે ચાલીસ કરોડ છે. કોણે મને આપ્યા છે?


ભારતીય માણસ: હા. કૃષ્ણ.

પ્રભુપાદ: કૃષ્ણે મને આપ્યા છે. તો કૃષ્ણ પર નિર્ભર રહો. તેઓ કહે છે, તેશામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ (ભ.ગી. ૯.૨૨): 'જે વ્યક્તિ મારી સેવામાં પ્રવૃત છે, તેને જે કઈ પણ જોઈએ છે, તે હું પૂરું પાડું છું.' તેઓ કહે છે. વ્યાવહારિક રીતે જુઓ. જે કઈ પણ અમને જોઈએ છે, તે આવી રહ્યું છે. તે મારા કે બીજા કોઈના શ્રેયથી નથી આવી રહ્યું, બધો જ શ્રેય છે કૃષ્ણનો, તેઓ આપી રહ્યા છે. જેવુ તેઓ જુએ છે કે 'તેઓ મારા માટે કાર્ય કરી રહ્યા છે', તેઓ બધુ જ પૂરું પાડશે, જે કઈ પણ તમને જોઈએ છે. આપણે માત્ર નિષ્ઠાવાન થવું પડે અને તેને બહુ જ સાવચેતીથી ખર્ચ કરવું પડે, ધનનો બેફામ ઉપયોગ નહીં. તો તેઓ આપણને બધુ જ આપશે.

750919 - સવારની લટાર - વૃંદાવન