GU/750926 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ અમદાવાદમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પરમ નિરપેક્ષ સત્ય ત્રણ રીતે પ્રકટ થાય છે: નિરાકાર બ્રહ્મ અને સર્વ-વ્યાપી પરમાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન - બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઈતિ શબ્દયતે (શ્રી.ભા. ૧.૨.૧૧) - પણ તે બધુ એક જ છે. આ શાસ્ત્રનું વિધાન છે. તો આપણે આ ઉદાહરણથી સમજી શકીએ કે સૂર્ય તેની જગ્યાએ છે. દરેક વ્યક્તિ જોઈ શકે છે. તે જ સમયે, સૂર્યપ્રકાશ સર્વ-વ્યાપક છે, અને સૂર્ય ગ્રહ પર એક મુખ્ય દેવ છે. તેઓ એક વ્યક્તિ છે. તેવી જ રીતે, મૂળ ભગવાન વ્યક્તિ છે, અને પછી, જ્યારે તેઓ વિસ્તૃત થાય છે, સર્વ-વ્યાપી, તે પરમાત્મા છે. અને જ્યારે તેઓ તેમની શક્તિ દ્વારા વિસ્તૃત થાય છે, તે બ્રહ્મ છે. આ સમજણ છે. બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઈતિ. હવે કોઈ વ્યક્તિ, તે તેનું કાર્ય નિરાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર કરીને સમાપ્ત કરે છે, કોઈ વ્યક્તિ તેનું કાર્ય સ્થાનિક પરમાત્માનો સાક્ષાત્કાર કરીને સમાપ્ત કરે છે, યોગીઓ. જ્ઞાનીઓ અને યોગીઓ. અને ભક્તો, તેઓ બધી વસ્તુના સાચા, મૂળ સ્ત્રોત પર આવે છે: કૃષ્ણ."
750926 - સવારની લટાર - અમદાવાદ