GU/751025 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ મોરિશિયસગમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ પણ સ્ત્રીને માતાની જેમ જોવી જોઈએ. આ સંસ્કૃતિ છે. ફક્ત તેના વિવાહિત પત્ની સિવાય, બધી જ સ્ત્રીઓને માતા ગણવી જોઈએ. બ્રહ્મચારીઓને તેવી રીતે શીખવવામાં આવે છે, 'માતાજી'. આ સંસ્કૃતિ છે. તે લોકો બસ બીજાની પત્નીઓ સાથે ભાગી જવાનો પ્રયત્ન કરે છે, બીજાની સ્ત્રીઓનો, ફાયદો ઉઠાવવો. અને તેઓ સભ્ય છે? વર્તમાન સમયે કોઈ સભ્યતા નથી. માતૃવત પર-દારેશુ પર દ્રવ્યેશુ લોષ્ટ્રવત (ચાણક્ય શ્લોક ૧૦): 'અને બીજાનું' ધન રસ્તા પર પડેલા પથરાની જેમ ગણવું જોઈએ. કોઈ તેની પરવાહ નથી કરતું. તો તે લોકો બસ યોજનાઓ બનાવે છે કે કેવી રીતે બીજાનું ધન પડાવી લેવું. અને આત્મવત સર્વ ભૂતેશુ: 'અને જો હું દુ:ખ અને સુખ અનુભવું છું, તો તમારે બીજાની પણ પરવાહ કરવી જોઈએ'. જો તમારું ગળું કાપવામાં આવે, તો તમે બહુ ખુશ થશો? શા માટે તમે નિર્દોષ પ્રાણીઓના ગળા કાપી રહ્યા છો? સભ્યતા ક્યાં છે? કોઈ સભ્યતા નથી. ફક્ત ચોરો અને ડાકુઓ અને ધૂર્તો અને મૂર્ખાઓ. સંસ્કૃતિ ક્યાં છે? તે લોકો જાણતા નથી કે સંસ્કૃતિનો મતલબ શું છે."
751025 - સવારની લટાર - મોરિશિયસ