GU/751028 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ નૈરોબીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દરેક વ્યક્તિ, વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની, વિચારે છે કે તે સૌથી ઉન્નત વ્યક્તિ છે અને મહાન માણસ છે. તે ભૌતિક રોગ છે. વાસ્તવમાં દરેક ક્ષણે તેને તેના ઇન્દ્રિય આવેગો દ્વારા લાત મારવામાં આવી રહી છે, અને તે વિચારે છે કે તે મહાન માણસ છે. ગો-દાસ. ગો મતલબ ઇન્દ્રિયો. તે હમેશા, ઇન્દ્રિય આવેગના વશમાં છે, અને તે વિચારે છે કે 'સ્વતંત્ર'. સ્વતંત્ર મતલબ ઇન્દ્રિયોનો સેવક. આ ચાલી રહ્યું છે. તો તમારે દુનિયાની સાચી પરિસ્થિતી સમજવી પડે, અને જો તમારે પ્રચાર કરવો હોય, તો તમારે... ઘાસ કરતાં પણ વધુ વિનમ્ર બનવું પડે, વૃક્ષ કરતાં વધુ સહનશીલ અને... આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ધૂર્ત છે; છતાં, તમારે તેને સમ્માન આપવું પડે. તો કશું કહેવું શક્ય બનશે. નહિતો તે બહુ મુશ્કેલ છે."
751028 - સવારની લટાર - નૈરોબી