GU/760430 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ફિજીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણને સમજવું એટલું સરળ નથી, પણ અમે તમને કૃષ્ણ પ્રસાદમ ગ્રહણ કરવાની સુવિધા આપી રહ્યા છે જેથી એક દિવસ તમે કૃષ્ણને સમજી શકો, આ નીતિ છે. વાસ્તવમાં, તે નીતિ છે. આપણે ગરીબોને ભોજન નથી કરાવતા. તે આપણો સિદ્ધાંત નથી, વિવેકાનંદની જેમ, દરિદ્ર નારાયણ સેવા. ના, અમે તેની પાછળ નથી. અમે તમને પ્રસાદમ આપીએ છીએ. અને તે હકીકત છે, કે ગ્રહણ કરવાથી, કરવાથી, કરવાથી, કરવાથી, તમે એક દિવસ કૃષ્ણ ભાવનાભાવિત બનશો. ફક્ત પ્રસાદ ગ્રહણ કરવાથી. કારણકે તમે એટલા મંદબુદ્ધિ છો, તમે તત્વજ્ઞાન સમજી ના શકો. તમે પશુની જેમ પેટને જ જાણો છો. તો તેથી અમે સુવિધા આપી રહ્યા છીએ, 'ઠીક છે, તમારું પેટ ભરો, અને તમને ચેપ લાગશે'. જેમ તમે ચેપવાળા સ્થળેથી ખોરાક લો, તો તમને કોઈ રોગનો ચેપ લાગશે, તો આ કૃષ્ણનો ચેપ છે, પ્રસાદમ. તમે ગ્રહણ કરો, અને એક દિવસ તમને કૃષ્ણ ભાવનામૃતનો રોગ લાગશે, અને તે હકીકત છે. એક યા બીજી રીતે તેને કૃષ્ણના સંપર્કમાં આવવા દો. તેને લાભ થશે."
760430 - વાર્તાલાપ - ફિજી