GU/760507 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોનોલુલુમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે એક ખૂબ જ સુંદર ફૂલનું ચિત્ર બનાવો, તમને કેટલી બધી મહેનત લાગે છે. છતાં, તે કુદરતી ફૂલ જેટલું સુંદર ના હોઈ શકે. તો એવું ના વિચારો કે કુદરતી ફૂલ આપમેળે ઊગે છે. ના. તે કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા યંત્રથી બને છે. તે કૃષ્ણની સમજણ છે. તેની શાસ્ત્રમાં પુષ્ટિ થયેલી છે, પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (શ્વેતાશ્વેતર ઉપનિષદ ૬.૮). પર, સર્વોચ્ચ, તેમની શક્તિઓ ઘણી બધી શક્તિઓ છે. તે કામ કરી રહી છે, બિલકુલ તે જ રીતે કે જેમ એક યંત્ર કામ કરે છે. તમે વ્યક્તિની શક્તિ જોઈ શકો છો. જેમ કે તમે વિમાન જુઓ છો: વિમાનચાલક ત્યાં બેઠો છે, એક બટન દબાવે છે; તરત જ મોટા યંત્રને દોડાવે છે, ફક્ત એક બટન દબાવીને. તો આ શક્તિની વ્યવસ્થા છે. તેવી જ રીતે, આખું ભૌતિક જગત એક બટન દબાવીને ચાલી રહ્યું છે. એવું ના વિચારો કે આપમેળે કે અકસ્માતે ચાલી રહ્યું છે. આ બધી ધૂર્તતા છે. દરેક જગ્યાએ હાથ છે."
760507 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૬ - હોનોલુલુ