GU/760508 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોનોલુલુમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભૂર્લોકની ઉપર, ભુવરલોક, જનલોક, તપોલોક, મહર્લોક છે. ઘણા બધા ગ્રહ લોકો છે. અને નીચે પણ તલ, અતલ, વિતલ, પાતાલ, તલાતલ, તેવું. જો તમારે નીચે જવું છે, તમે નીચે જઈ શકો છો. જો તમારે ઉપર જવું છે, તમે ઉપર જઈ શકો છો. ઊર્ધ્વમ ગચ્છન્તી સત્ત્વ... (ભ.ગી. ૧૪.૧૮) દરેક વસ્તુઓ છે; તમે કરી શકો છો. સામાન્ય રીતે, કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે માનવ સમાજમાં જો તમારે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવું હોય, તો તમે બની શકો છો. અને જો તમારે જેલમાના એક અપરાધી બનવું હોય, તમે બની શકો છો. દરેક વસ્તુ ખુલ્લી છે. એવું નથી કે સરકાર કહે છે કે તમે એક અપરાધી બનો અને તે બીજાને પ્રોત્સાહન આપે છે, 'તમે ન્યાયાધીશ બનો...' ના. દરેક વસ્તુ તમારા હાથમાં છે. જેવુ તમે ઈચ્છો, તમે તેવું બની શકો છો. તેવી જ રીતે, જો તમે ઈચ્છો, તમે ભગવદ ધામ પાછા જઈ શકો છો. તે જીવનની સિદ્ધિ છે. અને જો તમે ઈચ્છો નહીં, તો તમે અહી રહી શકો છો. તેથી કૃષ્ણ કહે છે, અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મની (ભ.ગી. ૯.૩). કૃષ્ણ તમને સુંદર શિક્ષા આપવા માટે આવ્યા છે કે કેવી રીતે તમે ભગવદ ધામ પાછા જઈ શકો. તે કૃષ્ણનો ઉદેશ્ય છે."
760508 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૭ - હોનોલુલુ