GU/761125 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ મતલબ પ્રકાશ. અંધકાર..., તમે અંધકારથી પીડાઓ છો. તો એક યા બીજી રીતે જો તમે એક પ્રકાશ લાવો, પછી કોઈ અંધકાર રહેતો નથી.
કૃષ્ણ સૂર્ય સમ; માયા અંધકાર
યાહાન કૃષ્ણ, તાહાન નાહી માયાર અધિકાર
(ચૈ.ચ. મધ્ય ૨૨.૩૧)

જો તમે હમેશા તમારા મનમાં કૃષ્ણને રાખો, કૃષ્ણના ચરણ કમળ... તમે કૃષ્ણના ચરણ કમળ જુઓ છો, અર્ચવિગ્રહ, બલદેવ, બલરામ, કેવી સુંદર રીતે તેઓ ઊભા છે. તમે સુંદર ચરણ કમળ જોઈ શકો છો. એકાએક મુખ જોવાનો પ્રયત્ન ના કરો. પ્રયત્ન કરો, નિરંતર ચરણ કમળ જોવાનો અભ્યાસ કરો."

761125 - Lecture ભાષણ શ્રી.ભા. ૫.૬.૩ - વૃંદાવન