GU/Prabhupada 0033 - મહાપ્રભુનું નામ પતિત-પાવન છે
From Vanipedia
Morning Walk -- October 4, 1975, Mauritius
પુષ્ટ કૃષ્ણ: આજની સરકારો સૌથી વધારે ક્રૂર અને હિંસક કાર્યોને ટેકો આપે છે. તો કેવી રીતે સામાન્ય જનતાને આપણે સુધારીશું?
પ્રભુપાદ: શું તમે કેહવા માગો છો કે સરકાર પૂર્ણ છે?
પુષ્ટ કૃષ્ણ: નહીં.
પ્રભુપાદ: તો? તેમને હટાવવા જોઈએ. આજકાલ સરકાર એટલે, બધા ધૂર્તો. તે ધૂર્તો દ્વારા ચૂંટવામાં આવે છે અને તે પોતે ધૂર્તો છે. તે મુશ્કેલી છે. જ્યાં પણ તમે જશો તમને ધૂર્તો જ મળશે. મંદ. તેની વ્યાખ્યા અપાઈ છે, મંદ. આપણા કેમ્પમાં પણ કેટલા બધા ધૂર્તો છે. જરા તમે રિપોર્ટને જુઓ. તે ધૂર્તો હોવા છતાં, સુધરી ગયા છે. તે તેમની ધૂર્ત આદતો છોડી શકતા નથી. તેથી તે સામાન્યકૃત થયેલું છે, મંદ" "બધા ખરાબ." પણ અંતર ફક્ત તે જ છે કે આપણા કેમ્પમાં ધૂર્તોનો સુધાર થાય છે, પણ બહાર તેમનો કોઈ સુધાર થતો નથી. તે સારા બનશે, તેવી આશા છે. પણ બહાર કોઈ પણ આશા નથી. તે અંતર છે. નહીતો બધા ખરાબ છે. કોઈ પણ ભેદ વગર તમે કહી શકો છો. મંદ: સુમન્દ મતયો (શ્રી.ભા. ૧.૧.૧૦). હવે, કેવી રીતે સરકાર સારી બનશે? તે પણ ખરાબ છે. મહાપ્રભુનું નામ છે પતિત પાવન; તે આ બધા દુષ્ટ લોકોનો ઉદ્ધાર કરે છે. કલિયુગમાં કોઈ પણ સારા માણસો નથી - બધા ખરાબ છે. તમારે ખૂબજ સમર્થ બનવું પડશે આ બધા ખરાબ માણસો સાથે વ્યવહાર કરવા માટે.