GU/Prabhupada 0034 - બધા અધિકૃત સત્તા પાસેથી જ્ઞાન મેળવે છેLecture on BG 7.1 -- Durban, October 9, 1975

અધ્યાય સાત, "નિરપેક્ષનું જ્ઞાન." બે વસ્તુ છે, એક નિરપેક્ષ અને બીજું સાપેક્ષ. આ સાપેક્ષ જગત છે. અહી આપણે એક વસ્તુને બીજા વસ્તુ વગર સમજી ના શકીએ. જેવુ આપણે કહીએ છીએ કે, "આ પુત્ર છે," પિતા હોવા જ જોઈએ. જેવુ આપણે કહીએ છીએ કે, "અહી પતિ છે," પત્ની હોવી જ જોઈએ. જેવુ આપણે એવું કહીએ છીએ "અહી સેવક છે," સ્વામી હોવો જો જોઈએ. જેવુ આપણે એવું કહીએ છીએ "અહી પ્રકાશ છે," અંધકાર હોવો જ જોઈએ. આને સાપેક્ષ જગત કહેવાય છે. એક વસ્તુને બીજી વસ્તુના સંબંધમાં જાણી શકાય છે. પણ એક બીજું જગત છે, જે નિરપેક્ષ જગત છે. ત્યાં સ્વામી અને સેવક, એક જ છે. તેમાં કોઈ અંતર નથી. જોકે એક સ્વામી છે અને બીજો સેવક, પણ પદ એક જ છે.

તો ભગવદ ગીતાનો સાતમો અધ્યાય, આપણને નિરપેક્ષ જગત, નિરપેક્ષ જ્ઞાન વિષે માહિતી આપે છે. કેવી રીતે તે જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ, તે પરમ નિરપેક્ષ પુરુષ, કૃષ્ણ, કહે છે. કૃષ્ણ પરમ નિરપેક્ષ પુરષ છે.

ઈશ્વર: પરમ: કૃષ્ણ:
સચ્ચિદાનંદ વિગ્રહ:
અનાદીર આદિર ગોવિંદ:
સર્વ કારણ કારણમ
(બ્ર.સં. ૫.૧)

કૃષ્ણની આ પરિભાષા બ્રહ્મા દ્વારા બ્રહ્મ-સંહિતા નામના ગ્રંથમાં અપાયેલી છે, તે બહુ જ અધિકૃત ગ્રંથ છે. આ ગ્રંથને ચૈતન્ય મહાપ્રભુએ દક્ષીણ ભારતથી સંગ્રહિત કર્યું, અને તેમણે દક્ષિણ ભારતના પ્રવાસથી પાછા આવતી વખતે તેમના ભક્તોને ભેંટ આપી. એટલે આપણે આ ગ્રંથ બ્રહ્મ-સંહિતાને ખુબજ અધિકૃત માનીએ છીએ. આ આપણી જ્ઞાનની વિધિ છે. આપણે અધિકૃત સત્તા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. બધાજ જ્ઞાન કોઈ અધિકારી પાસેથી પ્રાપ્ત કરે છે, પણ સામાન્ય અધિકારી, પણ અધિકારી સ્વીકારવા માટેની આપણી પદ્ધતિ થોડી જુદી છે. અધિકારીને સ્વીકાર કરવાની આપણી વિધિ છે કે તે પણ તેના પૂર્વ અધિકારીને સ્વીકાર કરે છે. કોઈ સ્વયમથી અધિકારી ના થઇ શકે. તે સંભવ નથી. તો પછી તે અપૂર્ણ છે. મે આ ઉદાહરણ ઘણી વાર આપ્યું છે, કે બાળક તેના પિતા પાસેથી શીખે છે. બાળક પિતાને પૂછે છે, "પિતાજી, આ યંત્ર શું છે?" અને પિતા કહે છે, "મારા પ્રિય દીકરા, આ માઈક્રોફોન છે." તો બાળક પિતા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે, "આ માઈક્રોફોન છે." તો જ્યારે બાળક બીજા કોઈને કહે છે, "આ માઈક્રોફોન છે," તે સાચું છે. જોકે તે બાળક છે, છતાં, કારણ કે તેણે જ્ઞાનને અધિકારીથી પ્રાપ્ત કર્યું છે, તેનું આ વક્તવ્ય સાચું છે. તેવી જ રીતે, જો આપણે જ્ઞાનને અધિકારીથી પ્રાપ્ત કરશું, ભલે હું બાળક હોઉ, પણ મારું વક્તવ્ય સાચું છે. જ્ઞાન પ્રાપ્તિની આપણી આ વિધિ છે. આપણે જ્ઞાનને નિર્મિત કરતા નથી. તે પદ્ધતિ ભગવદ ગીતાના ચતુર્થ અધ્યાયમાં વર્ણિત છે, એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુ: (ભ.ગી. ૪.૨). આ પરંપરા પદ્ધતિ..

ઈમમ વિવસ્વતે યોગમ
પ્રોક્તવાન અહમ અવ્યયમ
વિવસ્વાન મનવે પ્રાહ
મનુર ઇક્ષ્વાકવે અબ્રવિત
(ભ.ગી. ૪.૧)

એવમ પરંપરા. તો નિરપેક્ષ જ્ઞાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે આપણે નિરપેક્ષ વ્યક્તિ પાસેથી સાંભળીએ. આ સાપેક્ષ જગતનો કોઈ પણ વ્યક્તિ આપણને નિરપેક્ષ જ્ઞાન આપી ના શકે. તે સંભવ નથી. તો અહી આપણે નિરપેક્ષ જગત વિષે સમજી રહ્યા છીએ, નિરપેક્ષ જ્ઞાન, પરમ પુરુષ પાસેથી, નિરપેક્ષ પુરુષ પાસેથી. નિરપેક્ષ પુરુષ એટલે અનાદીર આદિર ગોવિંદ: (બ્ર.સં. ૫.૧). તેઓ મૂળ પુરુષ છે, પણ તેમનું કઈ આદિ નથી, એટલે નિરપેક્ષ. તેમનુ કોઈ બીજુ કારણ નથી. તે ભગવાન છે. તો આ અધ્યાય માં, એટલે કેહવાયું છે, શ્રી ભગવાન ઉવાચ, નિરપેક્ષ પુરુષ... ભગવાન એટલે નિરપેક્ષ પુરુષ જે બીજા કોઇની ઉપર આધારિત નથી.