GU/Prabhupada 0059 - તમારૂ સાચું કાર્ય ભુલશો નહીં



Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975

ત્યારે પ્રશ્ન છે કે, "જો હું શાશ્વત છું, તો જીવનની આટલી બધી કષ્ટમય પરિસ્થિતિઓ કેમ છે?" અને મારે કેમ બળપૂર્વક મરવું જ પડે છે?" તો વાસ્તવમાં આ બુદ્ધિશાળી પ્રશ્ન છે, કે "જો હું શાશ્વત છું, તો કેમ હું આ ભૌતિક શરીરમાં જ રહીશ જે મૃત્યુ, જન્મ, વૃદ્ધાવસ્થા અને રોગથી ગ્રસ્ત છે?" તેથી કૃષ્ણ શિક્ષા આપે છે કે જીવનની આ કષ્ટમય સ્થિતિ આ ભૌતિક શરીરના કારણે છે. જે કર્મી છે, એટલે કે જે ઇન્દ્રિયતૃપ્તિમાં પ્રવૃત છે... તેમને કર્મી કેહવાય છે. કર્મી ભવિષ્ય માટે ચિંતા નથી કરતા; પણ તેમને ફક્ત આ જીવનની તાત્કાલિક સગવડો જોય છે. જેમ કે એક બાળક માતાપિતાના પ્રેમ વગર છે, તે આખો દિવસ રમે છે અને તે ભવિષ્ય જીવન માટે ચિંતા નથી કરતો, તે કઈ શિક્ષા નથી લેતો પણ આ માનવ જન્મમાં, જો આપણે ખરેખર બુદ્ધિશાળી છીએ, આપણે આપણો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું કે કેવી રીતે તે જીવન કે શરીર મળે જ્યાં મૃત્યુ, જન્મ, વૃદ્ધાવસ્થા અને રોગ નથી.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ લોકોને આ વિષે શિક્ષિત કરવા. હવે, કોઈ કહી શકે છે કે "જો હું માત્ર કૃષ્ણ ભાવનામૃતમાં રત રહીશ, ત્યારે મારી ભૌતિક જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ થશે?" તો તે ઉત્તર ભગવદ ગીતામાં આપેલો છે, કે કોઈ પણ વ્યક્તિ માત્ર કૃષ્ણ ભાવનામૃતમાં જોડાયેલો છે, તો તેના જીવનની જરૂરિયાતોની કાળજી કૃષ્ણ રાખશે. કૃષ્ણ બધાના જીવનનિર્વાહનું ધ્યાન રાખે છે. એકો યો બહુનામ વિદધાતી કામાન: "તે એક પરમ પુરુષ બધા જીવોની જરૂરિયાતોનું પાલન કરે છે." તો એક ભક્ત માટે કે જે ભગવદ ધામ જવા માટે પ્રયત્ન કરે છે, કોઈ પણ અછત હશે નહીં. ચિંતામુક્ત થઈ જાઓ. કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, તેશામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિ પુર્વકમ યોગક્ષેમમ વહામિ અહમ (ભ.ગી. ૯.૨૨) "એક ભક્ત કે જે હમેશા મારી સેવામાં રત રહે છે, હું તેનું પાલન કરું છું, તેના જીવનની જરૂરિયાતો પૂરી પાડું છું." આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં આપણી પાસે વ્યવહારિક ઉદાહરણ છે, કે આપણી પાસે એકસો કેન્દ્રો છે, અને દરેક મંદિરમાં, પચ્ચીસથી વધારે અને ૨૫૦ સુધી ભક્તો રહે છે. તો આપણી પાસે આવકનું કોઈ સ્થિર માધ્યમ નથી, અને આપણે આપણા બધા કેન્દ્રોમાં એક મહિનામાં એસી હજાર ડોલર ખર્ચ કરી રહ્યા છીએ. પણ કૃષ્ણની કૃપાથી આપણી પાસે કોઈ અછત નથી, બધો જ પુરવઠો છે. લોકો કોઈક વાર વિસ્મિત થાય છે કે, "આ લોકો કાર્ય નથી કરતા, કઈ વ્યવસાય નથી કરતા, બસ હરે કૃષ્ણનો જપ કરે છે. કેવી રીતે તેઓ જીવે છે?" તો તેનો કઈ પ્રશ્ન જ નથી. જો બિલાડીઓ અને કુતરાઓ ભગવાનની કૃપાથી રહી શકે છે, ભક્તો પણ ભગવાનની કૃપાથી આરામથી રહી શકે છે.

તેવો કોઈ પ્રશ્ન જ નથી, પણ જો કોઈ એમ વિચારે છે કે "હું કૃષ્ણ ભાવનામૃતમાં જોડાયેલો છું, પણ આટલા બધા કષ્ટો ભોગવી રહ્યો છું," તેમના માટે કે આપણા બધા માટે ઉપદેશ છે કે માત્રસ્પર્શાસ તુ કૌન્તેય સિતોષ્ણ સુખ દુખદા (ભ.ગી. ૨.૧૪) "આ દુઃખ અને સુખ એ બિલકુલ શિયાળા અને ઉનાળા જેવા છે." શિયાળામાં જળ પીડાકારી છે,અને ઉનાળામાં જળ સુખકારી છે. તો જળની શું સ્થિતિ છે? તે સુખકારક છે કે દુઃખકારક છે? તે દુઃખકારક પણ નથી, કે સુખકારક પણ નથી, પણ ચોક્કસ ઋતુમાં, ચામડીના સ્પર્શથી તે સુખદાયક કે કષ્ટદાયક લાગે છે. આવા કષ્ટો અને સુખો અહી સમજાવેલા છે: "તે આવે છે અને જાય છે. તે કાયમી નથી." આગમ અપાયીન: અનિત્યા: (ભ.ગી. ૨.૧૪) મતલબ "તે આવે છે અને જાય છે; તેથી તે કાયમી નથી." કૃષ્ણ તેથી સલાહ આપે છે, તાંસ તીતિક્ષસ્વ ભારત (ભ.ગી. ૨.૧૪): "ફક્ત સહન કરો." પણ તમે તમારું વાસ્તવિક કાર્ય ભૂલો નહીં, કૃષ્ણ ભાવનામૃત. આ ભૌતિક સુખો અને દુખો વિષે તમે દરકાર ન રાખો.