GU/Prabhupada 0060 - જીવન જડ પદાર્થમાથી ના આવી શકેRoom Conversation with Svarupa Damodara -- February 28, 1975, Atlanta

પ્રભુપાદ: આપણે કહીએ છીએ કે જ્યારે જીવન, આત્મા, શુક્રાણુમાં હોય છે અને તેને નારીના ગર્ભમાં રાખવામા આવે છે, ત્યારે શરીર વિકસિત થાય છે. આ જીવનની શરૂઆત છે. આ વ્યવહારીક છે. અને આ જીવન પરમ જીવનનો અભિન્ન અંશ છે. તેથી શરૂઆત ભગવાન છે. જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભા. ૧.૧.૧).અથાતો બ્રહ્મ જીજ્ઞાસા. તો આપણે આ ગેરમાર્ગે દોરવાયેલા જગતમાં આ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવાનો છે... અને તેના સિવાય, કેમ તેઓ જીવનને જડ પદાર્થમાથી ઉત્પન્ન નથી કરી શકતા? તેમના વાક્યનું શું મહત્વ છે? તેઓ તે હજી સુધી કરી નથી શક્યા. શું સાબિતી છે કે જીવન જડ પદાર્થમાથી આવે છે? તમે કરી બતાવો.

સ્વરૂપ દામોદર: એ સાબિતી હજુ ચકાસણી હેઠળ છે.

પ્રભુપાદ: એહ? તે બકવાસ છે. તે અર્થહીન છે. આ સાબિતી, કે જીવનમાથી જીવન આવે છે, સાબિતી છે, કેટલા બધા પ્રમાણ. એક માણસ, પશુ, વૃક્ષ - બધું જીવનમાથી આવે છે. હજી સુધી, કોઈએ પણ એવું જોયું નથી કે એક માણસ પથ્થરમાથી જન્મ્યો હોય. કોઈએ પણ જોયું નથી. કોઈક વાર તેને વૃશ્ચિક-તાંદૂલ-ન્યાય કેહવાય છે. તમને તેની ખબર છે? વૃશ્ચિક-તાંદુલ-ન્યાય. વૃશ્ચિક મતલબ વીંછી, અને તાંદુલ મતલબ ભાત. કોઈક વાર આપણે જોઈએ છીએ કે ભાતના ઢગલામાંથી, વીંછી નીકળે છે. પણ તેનો મતલબ તે નથી કે ચોખાએ વીંછીને જન્મ આપ્યો છે. તમે તમારા દેશમાં જોયું નથી? અમે જોયું છે. ચોખા, ચોખાના ઢગલામાંથી, એક વીંછી, નાનો વીંછી, આવે છે. હકીકત છે કે તે વીંછીના માતા-પિતા, તે તેમના ઈંડા ચોખામાં રાખે છે, અને આથો આવવાથી, વીંછી બહાર આવે છે, એવું નથી કે ચોખામાથી વીંછી બાહર આવે છે. તેથી તેને કહેવાય છે વૃશ્ચિક-તાંદુલ ન્યાય. વૃશ્ચિક મતલબ વીંછી અને તાંદુલ મતલબ ચોખા. તો "જીવન પદાર્થમાથી આવે છે" - તેને વૃશ્ચિક-તાંદુલ-ન્યાય કહેવાય છે. જીવન પદાર્થમાથી આવી શકે નહીં. તેના કરતાં... જેમ કે જ્યારે જીવન છે, જીવ, શરીર વિકસિત થાય છે, શરીર બદલે છે કે વિકસિત થાય છે, જેવુ તમે કહો. પણ જો બાળક મરેલો છે કે મરેલો બહાર નીકળે છે, ત્યારે શરીર વિકસિત થતું નથી. ત્યારે પદાર્થ જીવન ઉપર વિકસિત થાય છે.