GU/Prabhupada 0079 - મારો કોઈ શ્રેય નથી
From Vanipedia
Lecture on SB 1.7.6 -- Hyderabad, August 18, 1976
હવે આ વિદેશીઓ, ન તો તેઓ હિંદુ છે ન તો તેઓ ભારતીય કે બ્રાહ્મણ છે. કેવી રીતે તેઓ ગ્રહણ કરી રહ્યા છે? તેઓ મુર્ખ અને ધૂર્ત તો નથી. તે સમ્માનિત અને શિક્ષિત પરિવારોથી આવી રહ્યા છે. તો અમારા કેન્દ્ર ઈરાનમાં પણ છે. હું હમણાં તેહરાનથી આવી રહ્યો છું. અમારે કેટલા બધા મુસ્લિમ વિદ્યાર્થિઓ છે, અને તેમને પણ તે ગ્રહણ કર્યું છે. આફ્રિકામાં પણ તેમણે અપનાવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પણ તેમણે અપનાવ્યું છે. આખી દુનિયામાં. તો આ ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે.
- પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ
- સર્વત્ર પ્રચાર હોઈબે મોર નામ
- (ચૈ.ભા. અંત્યખંડ ૪.૧૨૬)
આ ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી છે. આખા દુનિયામાં જેટલા ગ્રામ અને નગરો છે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન બધી જગ્યાએ ફેલાશે. તો મારો આમાં કોઈ શ્રેય નથી, મારો એક વિનમ્ર અને નાનકડો પ્રયત્ન છે. તો જો એક વ્યક્તિ આમ કરી શક્યો, જો તમે એમ કહો, થોડી સફળતા મળી છે, આપણે બધા કેમ ના કરી શકીએ? ચૈતન્ય મહાપ્રભુએ બધા ભારતીયોને આ હક આપ્યો છે. ભારત ભુમીતે હઇલ મનુષ્ય જન્મ યાર (ચૈ.ચ. આદિ ૯.૪૧). તેઓ મનુષ્યોને કહે છે, બિલાડી અને કુતરાઓને નહીં. તો મનુષ્ય જન્મ યાર, જન્મ સાર્થક કરી. સૌથી પેહલા, સમજવાનો પ્રયત્ન કરો કે જીવનનું લક્ષ્ય શું છે. તેને કેહવાય છે જન્મ સાર્થક. જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. જાઓ. દરેક જગ્યાએ કૃષ્ણ ભાવનામૃત માટે ખૂબ જ જરૂર છે.