GU/Prabhupada 0080 - કૃષ્ણને તેમના યુવા બાળમિત્રો સાથે રમવાનો ખૂબ જ શોખ છે

From Vanipedia
Jump to: navigation, search
Go-previous.png પહેલાનું પૃષ્ઠ - વિડીઓ 0079
આગામી પૃષ્ઠ - વિડીઓ 0081 Go-next.png

કૃષ્ણને તેમના યુવા બાળમિત્રો સાથે રમવાનો ખૂબ જ શોખ છે
- Prabhupāda 0080


Lecture on CC Madhya-lila 21.13-49 -- New York, January 4, 1967

એ મત અન્યત્ર નાહી સુનિયે અદ્ભુત
યાહાર શ્રવણે ચિત્તે હય અવધૂત
'કૃષ્ણ વત્સૈર અસંખ્યાતૈ:' શુકદેવ વાણી
કૃષ્ણ સંગે કટ ગોપ સંખ્યા નાહી જાની
(ચૈ.ચ. મધ્ય ૨૧.૧૮-૧૯)

ગોપ. કૃષ્ણ, તમે જાણો છો, તેમના ધામમાં, તેઓ સોળ વર્ષના બાળકની જેમ હોય છે, અને તેમની મુખ્ય લીલા છે તેના મિત્રો સાથે ગાયોને લીલા મૈદાનમાં ઘાસ ચરાવવા માટે લઇ જવી, અને તેમની સાથે રમવું. આ કૃષ્ણનું રોજીંદુ કાર્ય છે. તો શુકદેવ ગોસ્વામીએ એક ખુબજ સરસ શ્લોક લખ્યો છે, કે આ છોકરાઓ જે કૃષ્ણ સાથે રમે છે, તેમના પૂર્વ જન્મોમાં તેમને ઘણા ઢગલા ભર પુણ્ય કર્મ કર્યા હતા. કૃત પુણ્ય પુન્જ: (શ્રી.ભા. ૧૦.૧૨.૧૧). શાકમ વિજહરુ: ઇત્થમ સતામ બ્રહ્મ સુખાનુભુત્યા. હવે, શુકદેવ ગોસ્વામી લખે છે. આ છોકરાઓ જે કૃષ્ણ સાથે રમી રહ્યા છે, તે કોની સાથે રમી રહ્યા છે? તે પરમ નિરપેક્ષ સત્ય સાથે રમી રહ્યા છે, જેને મહાન ઋષિયો દ્વારા નિરાકાર બ્રહ્મ માનવામાં આવે છે. ઇત્થમ સતામ બ્રહ્મ... બ્રહ્મસુખ. બ્રહ્મ, દિવ્ય બ્રહ્મ સાક્ષાત્કાર. બ્રહ્મ સાક્ષાત્કારનો સ્ત્રોત અહી છે, કૃષ્ણ. તો આ છોકરાઓ જે કૃષ્ણ સાથે રમી રહ્યા છે, ભગવાન બ્રહ્મ સાક્ષાત્કારના સ્ત્રોત છે. ઇત્થમ સતામ બ્રહ્મ સુખાનુભુત્યા દાસ્યમ ગતાનામ પર દૈવતેન. અને દાસ્યમ ગતાનામ, જે લોકોએ પરમ ભગવાનને પોતાના સ્વામી માની લીધા છે, એટલે કે ભક્તો, તેમના માટે આ કૃષ્ણ પરમ ભગવાન છે. નિરાકારવાદીઓ માટે તેઓ પરમ બ્રહ્મ છે, અને ભક્તો માટે તેઓ પરમ ભગવાન છે. અને માયાશ્રીતાનામ નર દારકેણ. અને જે લોકો માયાના મોહના વશમાં છે, તેમના માટે તે સાધારણ બાળક છે. માયાશ્રીતાનામ નર દારકેણ શાકમ વિજહરુ: કૃત પુણ્ય પુન્જ: (શ્રી.ભા. ૧૦.૧૨.૧૧). તેમની સાથે, આ બાળકો જેને લાખો અને લાખો જન્મોથી કેટલા પુણ્ય કર્મો ભેગા કર્યા છે, હવે તેમની પાસે પ્રત્યક્ષ કૃષ્ણ સાથે રમવાનો અવસર છે, જેમ સામાન્ય બાળકો રમે છે. તો તેવી જ રીતે, કૃષ્ણને પણ તેમના નાના બાળપણના મિત્રો સાથે રમવું ખુબજ ગમે છે. તે બ્રહ્મ સંહિતામાં કહેલું છે. સુરભીર અભીપાલાયાનતમ, લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ (બ્ર.સં. ૫.૨૯). તો આ વસ્તુઓ અહી પણ સમજાવેલી છે.

એક એક ગોપ કરે યે વત્સ ચારણ
કોટી, અર્બુદ, શંખ, પદ્મ, તાહાર ગણન
(ચૈ.ચ. મધ્ય ૨૧.૨૦)

હવે એટલા બધા મિત્રો છે, ગ્વાલ બાળમિત્રો, કે તેમની કોઈ ગણતરી ના કરી શકે. કોઈ પણ... અનંત, બધું અનંત. તેમની પાસે અનંત ગાયો છે, અનંત બાળમિત્રો, બધું અનંત.

વેત્ર, વેણુ દલ, શૃંગ, વસ્ત્ર, અલંકાર
ગોપ ગણેર યત, તાર નાહી લેખા પાર
(ચૈ.ચ. મધ્ય ૨૧.૨૧)

હવે આ ગ્વાલ બાળોના હાથમાં એક દાંડી છે, વેત્ર. અને દરેક પાસે એક મુરલી પણ છે. વેત્ર વેણુ દલ. અને એક કમળ, અને શૃંગાર, એક શિંગડું. શૃંગાર વસ્ત્ર, બધા ખુબજ સારી રીતે કપડા પહેરેલા. અને આભૂષણોથી યુક્ત. જેમ કૃષ્ણ સુસજ્જિત છે, તેવી જ રીતે તેમના મિત્રો, ગ્વાલ-બાળકો પણ સજ્જિત છે. આધ્યાત્મિક જગતમાં, જ્યારે તમે જશો, ત્યારે તમને ખબર નહીં પડે કે કોણ કૃષ્ણ છે અને કોણ કૃષ્ણ નથી. બધા કૃષ્ણ જેવા છે. તેમજ વૈકુંઠમાં પણ બધા વિષ્ણુ જેવા છે. તેને કેહવાય છે સરૂપ્ય-મુક્તિ. જીવો, જ્યારે તે આધ્યાત્મિક ગ્રહોમાં પ્રવેશે છે, તે કૃષ્ણ કે વિષ્ણુના જેવા બની જાય છે - કોઈ તફાવત નથી - કારણકે તે નિરપેક્ષ જગત છે. અહી અંતર છે. નિરાકારવાદીઓ, તેઓ સમજી નથી શકતા કે વ્યક્તિત્વમાં પણ કોઈ અંતર નથી. અને જેવુ તેઓ વ્યક્તિત્વ વિષે વિચારે છે, ઓહ, તેઓ વિચારે છે કે કોઈ અંતર છે. ત્યારે મુક્તિ શું છે? હા. વાસ્તવમાં કોઈ અંતર નથી. અંતર એટલુંજ છે કે કૃષ્ણનું વ્યક્તિત્વ અને બીજા બધાના વ્યક્તિત્વ, તે બધાને ચેતના છે કે "કૃષ્ણ અમારા પ્રેમના લક્ષ્ય છે." બસ. કૃષ્ણ કેન્દ્ર છે. આ રીતે વ્યક્તિગત છોકરાઓ અને છોકરીઓ અને કૃષ્ણ, બધા આધ્યાત્મિક આનંદનો અનુભવ કરી રહ્યા છે.