GU/Prabhupada 0081 - સૂર્ય ગ્રહમાં શરીર અગ્નિના બનેલા છે
Lecture on BG 2.13 -- New York, March 11, 1966
તો અહિયાં, અહિયાં તે કહ્યું છે કે ધીર, ધીર.
- દેહીનો અસ્મિન યથા દેહે
- કૌમારમ યૌવનમ જરા
- તથા દેહાન્તર પ્રાપ્તિર
- ધીરસ તત્ર ન મુહ્યતિ
- (ભ.ગી. ૨.૧૩)
દેહિનઃ. દેહિનઃ અર્થાત "જેણે આ ભૌતિક શરીર ધારણ કર્યું છે." અસ્મિન. અસ્મિન અર્થાત "આ જગતમાં" કે "આ જીવનમાં." યથા, "એટલે." દેહે. દેહે મતલબ "આ શરીરમાં." કારણ કે દેહિનઃ એટલે "જેણે આ શરીરને ધારણ કર્યું છે" અને દેહે, "આ શરીરમાં." તેથી હું આ શરીરમાં વાસ કરું છુ. અત્યારે, હું આ દેહ નથી. જે પ્રમાણે તમે આ શર્ટ અને કોટમાં છો, તેવીજ રીતે, હું આ શરીરમાં છું, આ સ્થૂળ શરીર અને સુક્ષ્મ શરીર. આ સ્થૂળ શરીર પૃથ્વી, જળ, અને અગ્નિ, વાયુ અને આકાશથી બન્યું છે, આ સ્થૂળ શરીર, આ આપણું સંપૂર્ણ ભૌતિક શરીર. હવે, આ પૃથ્વીમાં, આ ગ્રહ પર, પૃથ્વી મુખ્ય છે. કોઈ પણ જગ્યાએ, આ શરીર, ભૌતિક શરીર, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચ તત્વો છે. જેમ કે આ મકાન. આ સંપૂર્ણ મકાન જે પૃથ્વી, પાણી અને આગથી બનેલું છે. તમે થોડી જમીન લીધી, અને તેમાથી ઈંટો બનાવી અને આગમાં બાળી, અને ત્યારપછી પૃથ્વીને જળ ભેગું કરીને, તમે ઈંટોનો આકાર બનાવ્યો, અને પછી તમે તેને આગમાં મુકશો, અને જ્યારે આ મજબુત થાય છે, ત્યારે તમે એક મકાન તરીકે મૂકી શકશો. તો તે માત્ર પૃથ્વી, જળ અને અગ્નિના દેખાડા સિવાય બીજું કશું નથી. બસ. તે જ રીતે, આપણું આ શરીર પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું છે. વાયુ .. વાયુ ચાલે છે, શ્વાસ. તમે જાણો છો. વાયુ હમેશા અહી છે. આ, આ બાહરની ત્વચા પૃથ્વી છે, અને પેટમાં અગ્નિ છે. અગ્નિ વિના, તમે કંઈજ પાચન નહી કરી શકો. તમે જોયું? જેમ જેમ અગ્નિ ઘટે છે, તમારી પાચન શક્તિ બગડે છે. ઘણી બધી વસ્તુઓ. આજ વ્યવસ્થા છે. હવે, આ ગ્રહમાં, જેમાં આપણને આ શરીર મળેલ છે, જેમાં પૃથ્વી મુખ્ય છે. તેવી જ રીતે, બીજા ગ્રહોમાં, બીજા ગ્રહો, ક્યાંક પાણી મુખ્ય છે, ક્યાંક અગ્નિ મુખ્ય છે. સૂર્ય ગ્રહ પર, ત્યાં શરીરો... ત્યાં પણ જીવન વસવાટ છે, પરંતુ તેમના શરીર અગ્નિના બનેલા છે. તેઓ અગ્નિમાં રહી શકે છે. તેઓ અગ્નિમાં રહી શકે છે. તેવી જ રીતે, વરુણલોક, શુક્રમાં, આ બધા ગ્રહો, તેમના શરીર વિવિધ પ્રકારના છે. જેમ કે અહિયાં તમે અનુભવ કરી શકો છો કે પાણીમાં, આ જળચરો, તેઓને અલગ પ્રકારના શરીર મળ્યા છે. ઘણા વર્ષોથી આ જળચર પ્રાણીઓ પાણીમાં છે, તેઓ ખૂબ જ આરામદાયક સ્થિતિમાં છે. પરંતુ તમે જે ક્ષણે તેમને જમીન પર લાવશો, તે મૃત્યુ પામે છે. તે જ રીતે, તમે જમીન પર ખૂબ જ આરામદાયક છો, પરંતુ જો તમને પાણીમાં મૂકવામાં આવે, તે જ ક્ષણે તમે મૃત્યુ પામશો. કારણ તમારૂ શરીર, શારીરિક બાંધકામ અલગ છે, તેમના શરીર અલગ છે, પક્ષીઓના શરીર... આ પક્ષી, ભારે પક્ષી, તે ઉડી શકે છે, પરંતુ તે ઈશ્વર દ્વારા બનાવેલું ઉડતુ સાધન છે. પરંતુ તમારૂ માનવસર્જિત સાધન, એ તૂટી જાય છે, તૂટી જાય છે. તમે જોયું? કારણકે કૃત્રિમ છે.
તો આ વ્યવસ્થા છે. દરેક જીવને ખાસ પ્રકારનુ શરીર મળ્યું છે. દેહીનો અસ્મિન યથા દેહે (ભ.ગી. ૨.૧૩). અને તે શરીરનો સ્વભાવ શું છે? હવે, અહીં આ બાબત સમજાવવા આવી રહી છે, કે આપણે કેવી રીતે આપણા શરીર બદલીએ છીએ? કેવી રીતે ... પરંતુ, પરંતુ, પરંતુ, કારણ કે તે આપણા માટે કઠીન સમસ્યા છે કારણ કે આપણે પ્રવૃત છીએ શરીરને આત્મા સાથે ઓળખવાના ખ્યાલમાં. હવે, અધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ અ-બ-ક-ડ છે કે આપણે સમજીએ કે "હું આ શરીર નથી." જ્યાં સુધી કોઈ દ્રઢતાપૂર્વક આશ્વસ્ત નથી કે "હું આ શરીર નથી," તે અધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ ના કરી શકે. તેથી ભગવદ ગીતામાં પ્રથમ પાઠ આ રીતે લેવામાં આવ્યો છે. તો અહીયા, દેહીનો અસ્મિન છે. હવે, દેહી, આત્મા. આત્મા, દેહી એટલે આત્મા. જે કોઈએ પણ આ શરીર સ્વીકાર્યું છે, ભૌતિક શરીર, તેને કેહેવાય છે દેહી. તો અસ્મિન, તે ત્યાં છે. તે ત્યાં છે, પણ તેનું શરીર બદલાય છે.