GU/Prabhupada 0092 - આપણે આપણી ઇન્દ્રિયોને કૃષ્ણની સેવા કરવા માટે તાલીમ આપવી પડશે



Lecture on BG 2.20-25 -- Seattle, October 14, 1968

આ ભૌતિક જગતમાં દરેક ઇન્દ્રિયભોગના સકંજામાં છે. ઉચ્ચતર ગ્રહોમાં અથવા નીચલા ગ્રહોમાં. જેમ કે પ્રાણી સામ્રાજ્યમાં ઇન્દ્રિયવેગ હોય છે, અને મનુષ્યમાં પણ. આ મનુષ્ય શું છે? આપણે સંસ્કારી છીએ, આપણે શું કરી રહ્યા છીએ? એ જ વસ્તુ. આહાર, નિદ્રા, મૈથુન. એ જ વસ્તુ જે કુતરો કરી રહ્યો છે. તેથી ભૌતિક જગતમાં કોઈ પણ જગ્યાએ, ઉચ્ચતર ગ્રહોમાં અથવા નીચલા ગ્રહોમાં, આ ઇન્દ્રિય તૃપ્તિ પ્રધાન છે. માત્ર આધ્યાત્મિક જગતમાં જ, કોઈ ઇન્દ્રિય તૃપ્તિ નથી. ત્યાં માત્ર કૃષ્ણને સંતોષવાનો પ્રયત્ન છે. તે છે... અહીં દરેક પોતાની ઇન્દ્રિયોને સંતોષવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તે ભૌતિક જગતનો કાયદો છે. તે ભૌતિક જીવન છે. તેથી જ્યાં સુધી તમે તમારી ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયાસ કરો છો, તે તમારુ ભૌતિક જીવન છે. અને જયારે તમે પોતાને કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષવા તરફ વાળો છો, તે તમારુ અધ્યાત્મિક જીવન છે. તે ખુબ જ સરળ વસ્તુ છે. આપણી ઇન્દ્રિયોને સંતોષવા કરતાં... ઋષિકેણ ઋષિકેશ સેવનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તે ભક્તિ છે.

તમારી પાસે ઇન્દ્રિયો છે. તમારે સંતોષવાની છે. ઇન્દ્રિયો, આ ઇન્દ્રિયો સાથે તમારે સંતોષવું પડે. ક્યાં તો તમે તમારી જાતને સંતોષો... પણ તમને ખબર નથી. બદ્ધ જીવને એ ખબર નથી કે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષવાથી, તેની ઇન્દ્રિયો આપોઆપ સંતોષ પામશે. આ જ ઉદાહરણ. જેમ કે મૂળમાં પાણી રેડવું… અથવા આ આંગળીઓ, મારા શરીરના અભિન્ન ભાગ છે, અહીં પેટમાં ખોરાક આપવાથી, આંગળીઓને આપોઆપ સંતોષ થશે. આ રહસ્ય આપણે જોતાં નથી. આપણે વિચારીએ છીએ કે આપણે આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ રાખવાનો પ્રયાસ કરશું તો ખુશ રહીશું. કૃષ્ણ ભાવનામૃત એટલે પોતાની ઇન્દ્રિયોને સંતોષ કરવાનો પ્રયાસ નથી. તમે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયાસ કરો; તમારી ઇન્દ્રિયો આપોઆપ સંતોષ પામશે. આ કૃષ્ણ ભાવનામૃતનું રહસ્ય છે. વિરોધી પક્ષ, તેઓ વિચારી રહ્યા છે, "ઓહ, શા માટે હું સંતોષું? શા માટે હું આખો દિવસ અને રાત કૃષ્ણ માટે કામ કરું? મને કર્મીઓ માટે પ્રયાસ કરવા દો." જેમ કે તમે આખો દિવસ અને રાત કૃષ્ણ માટે કામ કરો છો, તેઓ વિચારે છે, "કેવા મૂર્ખાઓ છે તે લોકો. આપણે ખુબ જ બુદ્ધિશાળી છીએ. આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે આખો દિવસ અને રાત કામ કરી રહ્યા છીએ, અને શા માટે તેઓ કૃષ્ણ માટે કામ કરે છે?" આ ભૌતિકવાદી અને આધ્યાત્મિક્વાદી વચ્ચેનો તફાવત છે. આધ્યાત્મિક્વાદીનો એ પ્રયાસ હોય છે કઈ રીતે આખો દિવસ અને રાત કામ કરવું, જરા પણ થંભ્યા વિના, ફક્ત કૃષ્ણ માટે. તે અધ્યાત્મિક જીવન છે. અને ભૌતિકવાદી એટલે એ જ પ્રયાસ, હમેશા પોતાની વ્યક્તિગત ઇન્દ્રિયોને સંતોષવા પ્રયત્ન કરવો.

તે તફાવત છે, ભૌતિકવાદી અને આધ્યાત્મિક્વાદી વચ્ચે. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે આપણે પોતાની ઇન્દ્રિયોને તાલીમ આપવાની છે કે કૃષ્ણને સંતોષે. બસ તેટલું જ. કેટલા લાંબા, પહેલાના, ઘણા, ઘણા હજારો અને લાખો જીવનકાળથી, આપણે ફક્ત આપણી ઇન્દ્રિયો, વ્યક્તિગત ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયાસ કર્યો છે. તો આ જીવન કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષવા માટે અર્પણ કરી દો. તે કૃષ્ણ ભાવનામૃત છે. એક જીવન. આપણે, ઘણા જીવન, આપણી પોતાની વ્યક્તિગત ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયાસ કર્યો છે. તો આ જીવન, ઓછા માં ઓછુ એક જીવન, હું પ્રયત્ન કરું, જોવું શું થાય. તેથી આપણે ગુમાવીશું નહીં. આપણને આપણી ઇન્દ્રિયોને ન સંતોષવાથી અસુવિધા પણ લાગશે, પરંતુ આપણે ગુમાવીશું નહીં. ફક્ત કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષવા પ્રયાસ કરો; પછી બધું બરાબર થઇ જશે.