GU/Prabhupada 0093 - ભગવદ ગીતા પણ કૃષ્ણ છેLecture on Brahma-samhita, Lecture -- Bombay, January 3, 1973

તો શ્રીમદ ભાગવતમ વેદાંતસૂત્રની મૂળભૂત સમજુતી છે. તો વેદાંતસૂત્રમાં, વેદાંતસૂત્રની સમજુતી, શ્રીમદ ભાગવતમમાં, કહેવામાં આવ્યું છે,

જન્માદિ અસ્ય યતઃ અન્વયાત ઇતરતશ ચ અર્થેસુ અભીજ્ઞ:
તેને બ્રહ્મ હ્રદા આદિ કવયે મુહ્યંતી યત્ર સુરયઃ
(શ્રી.ભા. ૧.૧.૧)

આ વર્ણનો છે. તો આદિ કવિ, આદિ કવિ એટલે કે બ્રહ્મા. બ્રહ્મા, આદિ કવિ. તેથી તેને બ્રહ્મ, બ્રહ્મા એટલે કે શબ્દ બ્રહ્મન, વૈદિક સાહિત્ય. તેથી તેમણે બ્રહ્માને ઉપદેશ આપ્યો અથવા બ્રહ્માના હ્રદયમાં વિદિત કર્યું. કારણકે જયારે સર્જન હતું, પ્રારંભમાં, જીવિત તત્વ, બ્રહ્મા જ ફક્ત વ્યક્તિ હતા. તેથી પ્રશ્ન થઈ શકે કે "બ્રહ્માએ વૈદિક જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું?" તે સમજવવામાં આવ્યું છે: તેને બ્રહ્મ ...બ્રહ્મા. બ્રહ્મા એટલે વૈદિક સાહિત્ય. શબ્દ બ્રહ્મન. માહિતી, ભગવાનનું વર્ણન પણ બ્રહ્મન છે. બ્રહ્મન નિરપેક્ષ છે. બ્રહ્મન અને સાહિત્ય જે બ્રહ્મનનું વર્ણન કરે છે તેમાં કોઈ તફાવત નથી. તે જ વસ્તુ: જેમ કે ભગવદ ગીતા અને કૃષ્ણ, તેમાં કોઈ ફરક નથી. ભગવદ ગીતા પણ કૃષ્ણ છે. નહીં તો શા માટે આ પુસ્તક પૂજાય છે, કેટલાય વખતથી, ઘણા લાંબા સમયથી, પાંચ હજાર વર્ષોથી, જો ભગવદ ગીતા કૃષ્ણ ન હોય તો? ઘણું બધું સાહિત્ય, પુસ્તકો અત્યારે પ્રકાશિત થઈ રહયા છે. એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ પછી- સમાપ્ત. કોઈને તેની દરકાર નથી કરતું. કોઈ તેની દરકાર નથી કરતું. કોઈ તૈયાર નથી... કોઈ પણ સાહિત્ય તમે લો દુનિયાના ઈતિહાસમાં, કોઈ પણ સાહિત્ય પાંચ હજાર વર્ષો સુધી અસ્તિત્વમાં રહી ના શકે, ઘણા બધા, ઘણા વિદ્વાનો, ધાર્મિક અનુયાયીઓ અને તત્વજ્ઞાનીઓ દ્વારા વારંવાર વાંચવામાં આવી છે. શા માટે? કારણ કે તે કૃષ્ણ છે. કૃષ્ણ... કોઈ ભિન્નતા નથી ભગવદ ગીતા અને ભગવાન વચ્ચે. શબ્દ બ્રહ્મન. તેથી ભગવદ ગીતાને સામાન્ય સાહિત્ય તરીકે ગણવું ના જોઈએ, કે કોઈ પણ કહેવાતા અ-બ-ક-ડ જ્ઞાનથી તેના પર ટીપણી કરી શકાય . ના. તે શક્ય નથી. મૂર્ખ અને ધૂર્તો, તેમની અ-બ-ક-ડ વિદ્વતાથી ગીતા ઉપર ટીપણી કરવાનો પ્રયત્નો કરે છે. તે શક્ય નથી. તે શબ્દ બ્રહ્મન છે. તે પ્રગટ થશે જે વ્યક્તિને કે જેની પાસે કૃષ્ણ પ્રતિ ભક્તિ છે. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે… આ વૈદિક આજ્ઞાઓ છે.

યસ્ય દેવે પરા ભક્તિર
યથા દેવે તથા ગુરૌ
તસ્યૈતે કથીતા હી અર્થા:
પ્રકાશન્તે મહાત્મન:
(શ્વે.ઉ. ૬.૨૩)

તેઓ પ્રગટ થાય છે. તેથી વૈદિક સાહિત્યને પ્રગટ થયેલ કહેવાય છે. એવું નથી કે હું તમારા અ-બ-ક-ડ જ્ઞાનથી સમજી શકું; હું એક ભગવદ ગીતા ખરીદી શકું, અને કારણ કે મારી પાસે વ્યાકરણનું જ્ઞાન છે, હું સમજી શકીશ. ના. વેદેશુ દુર્લભ .બ્રહ્મ સંહિતામાં કહેવા માં આવ્યું છે, વેદેશુ દુર્લભ. તમે તમારી સાહીત્યિક ક્ષમતા અથવા વિદ્વતાથી તમામ વૈદિક સાહિત્યનો અભ્યાસ કરતા જાઓ - દુર્લભ. તે શક્ય નથી. વેદેશુ દુર્લભ. તેથી ઘણી બધી વ્યક્તિઓ છે, તેમની કહેવાતી વિદ્વતા વડે તેઓ ભગવદ ગીતાનું અર્થ ઘટન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈને તેની દરકાર નથી. તેઓ એક પણ વ્યક્તિને કૃષ્ણનો ભક્ત બનાવી શકે નહીં. આ એક પડકાર છે. તમારા મુંબઈમાં ઘણી બધી વ્યક્તિઓ છે, તેઓ ઘણા વર્ષોથી ભગવદ ગીતા સમજાવી રહ્યા છે, પરંતુ તેઓ એક વ્યક્તિને પણ કૃષ્ણના શુદ્ધ ભક્ત તરીકે રૂપાંતરિત કરી શક્યા નથી. આ અમારો પડકાર છે. પરંતુ આ ભગવદ ગીતા, હવે તેના મૂળ સ્વરૂપે સમજાવવામાં આવી રહી છે, અને હજારો અને હજારો યુરોપિયનો અને અમેરિકનો, જેમના પૂર્વજોને કે કુટુંબને કૃષ્ણનું નામ પણ ખબર નથી, તેઓ ભક્ત બની રહ્યા છે આ સફળતાનું રહસ્ય છે. પરંતુ આ મુર્ખ લોકો, તેઓ જાણતા નથી. તેઓ વિચારે છે કે તેમના કહેવાતા ધૂર્ત જ્ઞાનથી ભગવદ ગીતાનું અર્થઘટન કરીને, તેઓ ભગવદ ગીતાને પ્રગટ કરી શકશે. તે શક્ય નથી. નાહમ પ્રકાશ: યોગમાયા સમાવૃત: કૃષ્ણ આ મૂર્ખાઓ અને ધૂર્તોની સામે છતાં થતા નથી. કૃષ્ણ કદાપી છતાં થતા નથી. નાહમ પ્રકાશ: સર્વસ્ય (ભ.ગી. ૭.૨૫). તેઓ એટલા સસ્તા નથી કે આ મુર્ખાઓ અને ધૂર્તોથી તેઓ સમજી શકાય. તે શક્ય નથી. કૃષ્ણ કહે છે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા-સમા (ભ.ગી. ૭.૨૫).

મનુષ્યાણામ સહસ્રેશુ
કશ્ચિદ યતતી સિદ્ધયે
યતતામ અપી સીદ્ધાનામ
કશ્ચિદ વેત્તિ મામ તત્ત્વતઃ
(ભ.ગી. ૭.૩)