GU/Prabhupada 0094 - આપણું કાર્ય છે કૃષ્ણના શબ્દોનું પુનરાવર્તન કરવુંLecture on BG 1.20 -- London, July 17, 1973

અપવિત્ર જીવન ભગવાન બાબતે જાણકારી કરી શકે નહીં કે ભગવાન વિષે સમજી શકે નહીં. આપણે આ શ્લોક ઘણી વાર પુનરાવર્તિત કર્યો છે,

યેશામ ત્વ અંતગતમ પાપમ
જનાનામ પુણ્ય-કર્મણામ
તે દ્વંદ્વમોહનીર્મુક્તા
ભજન્તે મામ દ્રઢ-વ્રતા:
(ભ.ગી. ૭.૨૮)

પાપીઓ, પાપી માણસો, તેઓ સમજી શકે નહીં. તેઓ સમજે, ફક્ત વિચારે કે "કૃષ્ણ ભગવાન છે; તેથી હું પણ ભગવાન છુ. તે સામાન્ય માણસ છે, થોડા વધારે શક્તિશાળી, ઐતિહાસિક રીતે ખુબજ પ્રખ્યાત માણસ. તેથી તે, પણ અંતે તો, માણસ છે. તેથી હું પણ માણસ છુ. તેથી હું શા માટે ભગવાન નથી?" આ અભક્તનો નિષ્કર્ષ છે, અભક્તો અને પાપી માણસો.

તેથી કોઈ પણ જે પોતાને ભગવાન તરીકે જાહેર કરે તો, તરતજ તમારે જાણવું જોઈએ કે તે મોટામાં મોટો પાપી છે. અને જો તમે તેના અંગત જીવનનો અભ્યાસ કરો, તો તમે તેને એક નંબરનો પાપી માણસ જોશો. આ પરીક્ષણ છે. નહીં તો કોઈ પણ કહેશે નહીં કે હું ભગવાન છું, આ ખોટી રજૂઆત છે. કોઈ પણ નહીં. કોઈ પણ પવિત્ર માણસ નહીં કહે. તે જાણે છે, "હું કોણ છું? હું સામાન્ય વ્યક્તિ છું. હું કઈ રીતે ભગવાનની જગ્યા માટે દાવો કરી શકું?" અને તેઓ ધુર્તો વચ્ચે પ્રસિદ્ધ બને છે.

જેમ શ્રીમદ ભાગવતમમાં જણાવેલું છે કે, શ્વ-વીડ-વરહોષ્ટ્ર ખરૈ: (શ્રી.ભા. ૨.૩.૧૯). તે કયો શ્લોક છે? ઉસ્ત્ર-ખરૈ:, સંસ્તુત: પુરુષ: પશુ: તેઓ.. આ જગતમાં આપણે ઘણા બધા મહાન માણસોને જોઈએ છીએ, કહેવાતા મહાન માણસો, અને તેઓ સામાન્ય લોકો દ્વારા ખુબજ વખણાય છે. તેથી ભાગવત કહે છે, જે પણ ભક્ત નથી, જે ક્યારેય હરે કૃષ્ણ મંત્રનો જપ નથી કરતો, તે ધુર્તોની ધારણા મુજબ ખુબજ મહાન વ્યક્તિ હોઈ શકે, પરંતુ તે કાઈ નથી પણ પશુ છે. પશુ. તેથી, શ્વ-વીડ-વરહોષ્ટ્ર ખરૈ: "તેથી તમે આવી વ્યક્તિને મહાન કઈ રીતે કહી શકો. તમે કહી રહ્યા છો પ્રાણી." આપણું કાર્ય ઘણું આભારવિહીન છે. આપણે કહીએ છીએ કે જે ભક્ત નથી, તે ધૂર્ત છે. અમે સામાન્ય રીતે કહીએ છીએ. આ ઘણો સખત શબ્દ છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કરવો પડે છે. જેવા આપણે જોઈએ છીએ કે તે કૃષ્ણનો ભક્ત નથી, તો પછી તે ધૂર્ત છે. આપણે કઈ રીતે કહીએ છીએ? તે મારો દુશ્મન નથી પરંતુ અમારે કહેવું પડે છે કારણ કે તે કૃષ્ણ દ્વારા કહેવામા આવેલું છે.

જો આપણે ખરેખર કૃષ્ણ ભાવનામય છીએ, તો આપણું કર્તવ્ય કૃષ્ણના શબ્દોનું પુનરાવર્તન કરવાનું છે. બસ તે જ. કૃષ્ણના પ્રતિનિધિ અને અપ્રતિનિધિ વચે શું તફાવત છે? કૃષ્ણના પ્રતિનિધિ જે કૃષ્ણ કહે છે તેજ ફક્ત ફરીથી કહેશે. બસ તેટલું જ. તે પ્રતિનિધિ બને છે. તે માટે કોઈ પણ વધારે લાયકાતની જરૂર નથી. તમે અડગ શ્રધા સાથે ફક્ત ફરીથી કહો. જેમ કે કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તેથી જેણે આ હકીકતનો સ્વીકાર કર્યો છે, કે, "જો હું કૃષ્ણને શરણાગત થIઉ તો, મારા તમામ કાર્યો સફળ છે," તે કૃષ્ણનો પ્રતિનિધિ છે. બસ તેટલું જ.

તમારે કોઈ ખુબ શિક્ષિત કે ઉન્નત હોવાની જરૂર નથી. ફક્ત જો તમે ફક્ત કૃષ્ણ કહે છે તે સ્વીકારો તો... જેમ કે અર્જુને કહ્યું સર્વમ એતમ રીતમ મન્યે યદ વદસી કેશવ (ભ.ગી. ૧૦.૧૪) "મારા વ્હાલા કૃષ્ણ, કેશવ, તમે જે કઈ કહી રહ્યા છો, તે કોઈ પણ ફેરફાર વગર, હું સ્વીકારી રહ્યો છું." તે ભક્ત છે. તેથી અર્જુનને ભક્તોસી સંબોધવામાં આવ્યો છે. આ ભક્તનું કર્તવ્ય છે. મારે શા માટે કૃષ્ણને મારા જેવા સામાન્ય માણસ તરીકે ગણવા જોઈએ? આ તફાવત છે ભક્ત અને અભક્ત વચ્ચેનો. એક ભક્ત જાણે છે કે " હું નજીવો છું, કૃષ્ણનો નાનો તણખો. કૃષ્ણ વ્યક્તિગત પુરુષ છે. હું પણ વ્યક્તિગત પુરુષ છું. પરંતુ જયારે આપણે તેમની શક્તિ અને મારી શક્તિ વિષે વિચારીએ, હું ખુબજ ગૌણ છું.” આ કૃષ્ણની સમજ છે.

તેમાં કોઈ મુશ્કેલી નથી. ફક્ત નિષ્ઠાવાન બનવાની જરૂર છે, પાપી નહીં. પરંતુ પાપી માણસ તેમને સમજી ના શકે. પાપી માણસ, તે કહેશે, "કૃષ્ણ પણ માણસ છે. હું પણ માણસ છું. હું કેમ ભગવાન નથી? તે ફક્ત ભગવાન છે? ના, હું પણ છું. હું ભગવાન છું. તમે પણ ભગવાન છો, તમે પણ ભગવાન છો, દરેક ભગવાન." જેમ કે વિવેકાનંદે કહ્યું, "તમે ભગવાનની પછળ શોધ શા માટે કરી રહ્યા છો? તમે જોતા નથી કે ગલીમાં ઘણા બધા ભગવાનો ઘૂમી રહ્યા છે? તમે જુઓ. આ તેમની ભગવાનની અનુભૂતિ છે. આ તેમની ભગવાનની અનુભૂતિ છે. અને તે મોટા માણસ બની ગયા: "ઓહ, તે દરેકને ભગવાન તરીકે જુએ છે."

આ મૂર્ખતાપણું, આ ધૂર્તપણું, આખા જગતમાં ચાલી રહ્યું છે. કોઈ જાણતું નથી કે ભગવાન શું છે, ભગવાનની શક્તિ શું છે, ભગવાનનો અર્થ શું છે. તેઓ કોઈ ધૂર્તને ભગવાન તરીકે સ્વીકારી રહ્યા છે. જેમ વર્તમાન સમયમાં, તે ચાલી રહ્યું છે. બીજો ધૂર્ત આવ્યો છે. તે પણ તેની જાતને ભગવાન તરીકે જાહેર કરી રહ્યો છે. તો તે ઘણી સસ્તી વસ્તુ બની ગઈ છે. પરંતુ તેઓ પાસે વિચાર કરવાનું મગજ નથી કે "હું ભગવાનનો દાવો કરું છું; મારી પાસે શું શક્તિ છે?"

તેથી આ રહસ્ય છે. આ રહસ્ય છે, ભગવાનના ભક્ત બન્યા વગર, ભગવાનની સમજનું રહસ્ય શક્ય નથી. અને કૃષ્ણએ ભગવદ ગીતામાં કહ્યું છે કે કોઈ તેમને કઈ રીતે જાણી શકે. ભક્ત્યા મામ અભીજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્ત્વતઃ (ભ.ગી. ૧૮.૫૫). ફક્ત ભક્તિથી, ફક્ત. તેઓ કહી શક્યા હોત, "સૌથી શ્રેષ્ઠ જ્ઞાન વડે" અથવા " યોગિક પદ્ધતિ વડે" અથવા "કર્મ વડે, ખુબ મોટા કર્મી બની, કામદ્દાર, કોઈ મને સમજી શકે." નહીં, તેમણે કદાપી કહ્યું નથી, કદાપી કહ્યું નથી. તેથી કર્મીઓ, જ્ઞાનીઓ, યોગીઓ, તે બધા ધૂર્ત છે. તેઓ કૃષ્ણને સમજી શકે નહીં. બધા ધૂર્ત. કર્મીઓ ત્રીજા વર્ગના ધૂર્ત છે, જ્ઞાનીઓ બીજા વર્ગના ધૂર્ત છે, અને યોગીઓ પ્રથમ વર્ગના ધૂર્ત છે. બસ તેટલું જ.