Please join, like or share our Vanipedia Facebook Group
Go to Vaniquotes | Go to Vanisource | Go to Vanimedia


Vanipedia - the essence of Vedic knowledge

GU/Prabhupada 0165 - શુદ્ધ કાર્યોને ભક્તિ કેહવાય છે

From Vanipedia


શુદ્ધ કાર્યોને ભક્તિ કેહવાય છે
- Prabhupāda 0165


Lecture on BG Introduction — New York, February 19-20, 1966

જે પરમ ચેતનાવાળો છે, તે ભગવદ ગીતામાં સમજાવવામાં આવશે જે અધ્યાયમાં જીવ અને ઈશ્વર વચ્ચેના તફાવતને સમજાવવામાં આવેલો છે. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ. આ ક્ષેત્રજ્ઞને સમજાવવામાં આવ્યું છે કે ભગવાન પણ ક્ષેત્રજ્ઞ કે સચેત છે, અને જીવ, પણ સચેત છે, પણ અંતર એટલું છે કે જીવ તેના પોતાના સીમિત શરીરમાં જ સચેત છે, પણ ભગવાન બધા શરીરોમાં સચેત છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). ભગવાન બધા જીવોના હ્રદયમાં વાસ કરે છે, તેથી તે દરેક જીવના મનની ગતિવિધિઓના જાણકાર છે, આપણે ભૂલવું ન જોઈએ. તે પણ સમજાવેલું છે કે પરમાત્મા, કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બધાના હ્રદયમાં ઈશ્વરના રૂપે રહે છે, નિયામકના રૂપે અને તેઓ નિર્દેશન આપે છે. તેઓ નિર્દેશન આપે છે. સર્વસ્ય ચાહમ હ્રદી સન્નીવીષ્ટો (ભ.ગી ૧૫.૧૫). બધાના હ્રદયમાં તેઓ સ્થિત છે, અને તેઓ નિર્દેશન આપે છે કેવી રીતે કાર્ય કરવું.

જીવ શું કરવું તે ભૂલી જાય છે. સૌથી પેહલા તે એક ચોક્કસ પ્રકારે કાર્ય કરવા માટે નિશ્ચય કરે છે, અને પછી તે પોતાના કર્મના ફળમાં બદ્ધ થાય છે. પણ એક પ્રકારના શરીરને છોડયા પછી, જ્યારે તે બીજા પ્રકારના શરીરમાં જાય છે... જેમ કે આપણે એક પ્રકારનું વસ્ત્ર બીજા પ્રકારના વસ્ત્ર માટે ત્યાગીએ છીએ, તેવી જ રીતે, તે ભગવદ ગીતામાં સમજાવેલું છે વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). એક વ્યક્તિ, જેમ તે પોતાના જુદા જુદા કપડા બદલે છે, તેવી જ રીતે જીવો પણ, જુદા જુદા શરીર બદલે છે, આત્માનું દેહાંતર, અને તેના પૂર્વ કાર્યો અને પ્રતિક્રિયાઓ દ્વારા ખેંચાવું. તો આ કાર્યો ત્યારે બદલી શકાય છે જ્યારે વ્યક્તિ સત્ત્વ ગુણમાં સ્થિત હોય છે, સદબુદ્ધિમાં, જ્યારે વ્યક્તિને સમજ પડે છે કે કેવા પ્રકારના કાર્યો તેણે કરવા જોઈએ, અને જો તે એવી રીતે કરે, તો તેના પહેલાના બધા કર્મફળો બદલી શકાય છે. તેથી કર્મ શાશ્વત નથી. બીજા વસ્તુઓ, ચાર, પાંચ વસ્તુઓમાંથી - ઈશ્વર, પ્રકૃતિ, જીવ, કાલ અને કર્મ - આ ચાર વસ્તુઓ શાશ્વત છે, જ્યારે કર્મ, શાશ્વત નથી.

હવે સચેત ઈશ્વર, પરમ સચેત ઈશ્વર, અને પરમ સચેત ઈશ્વર કે ભગવાન અને જીવ વચ્ચેનું અંતર, વર્તમાન પરિસ્થિતીઓમાં, આવું છે. ચેતના, ચેતના, બન્ને ભગવાન અને જીવોની, તે છે, આ ચેતના દિવ્ય છે. એવું નથી કે જડ પદાર્થના સંગથી ચેતના ઉત્પન્ન થાય છે. તે એક ખોટી સમજ છે. તે સિદ્ધાંત કે ચેતના કોઈ પ્રકારના ભૌતિક મિલનથી થાય છે, તે ભગવદ ગીતામાં સ્વિકૃત નથી. તેવું ના હોઈ શકે. ચેતના ભૌતિક પરિસ્થિતીઓ દ્વારા વિકૃત રૂપે પ્રતીબીમ્બીત થઇ શકે છે, જેમ કે પ્રકાશ એક રંગીન કાચ દ્વારા પ્રતીબીમ્બીત થઈને તે રંગના પ્રકારે દેખાઈ શકે છે. તેવી જ રીતે, ભગવાનની ચેતના, ભૌતિક રૂપે પ્રભાવિત નથી થતી. પરમ ભગવાન, જેમ કે કૃષ્ણ, તેઓ કહે છે મયાધ્યક્ષેણ પ્રકૃતિ (ભ.ગી. ૯.૧૦). જ્યારે તેઓ ભૌતિક જગતમાં અવતરિત થાય છે, તેમની ચેતના ભૌતિક રૂપે પ્રભાવિત નથી થતી. જો તેમની ચેતના ભૌતિક રૂપે પ્રભાવિત થઈ હોત, તો તેઓ ભગવદ ગીતામાં દિવ્ય કથાવસ્તુ પર બોલવા માટે સક્ષમ ન હોત. જ્યા સુધી ભૌતિકતાથી દૂષિત ચેતનાથી વ્યક્તિ મુક્ત ન થાય, ત્યા સુધી તે દિવ્ય જગત વિશે કઈ પણ કહી ના શકે.

તો ભગવાન ભૌતિક રૂપે દૂષિત નથી. પણ આપણી ચેતના, વર્તમાન સમયે, ભૌતિક રૂપે દૂષિત છે. તો આખી વસ્તુ, જેમ ભગવદ ગીતા કહે છે, આપણે આપણી ભૌતિકતાથી દૂષિત ચેતનાને શુદ્ધ બનાવવાની છે. અને તે શુદ્ધ ચેતનામાં, કાર્યો થશે. તે આપણને સુખી બનાવશે. આપણે રોકી નથી શકતા. આપણે આપણા કાર્યોને રોકી ના શકીએ. કાર્યોને શુદ્ધ કરવાના હોય છે. અને આ શુદ્ધ કાર્યોને ભક્તિ કહેવાય છે. ભક્તિ એટલે કે, તે સામાન્ય કાર્યો જેવા દેખાય છે, પણ તે દૂષિત કાર્યો નથી. તે શુદ્ધ કાર્યો છે. તો એક અજ્ઞાની વ્યક્તિ જોઈ શકે છે કે એક ભક્ત એક સાધારણ વ્યક્તિ જેવું કાર્ય કરે છે, પણ અલ્પ-જ્ઞાની વ્યક્તિ ભગવાન કે ભક્તના કાર્યો જાણતો નથી, તેઓ આ ભૌતિક પદાર્થની આ અશુદ્ધ ચેતનાથી દૂષિત નથી થતા, ત્રણ ગુણોની અશુદ્ધિ, પ્રકૃતિના ગુણો, પણ દિવ્ય ચેતના. તો આપણી ચેતના ભૌતિક રૂપે દૂષિત છે, તે આપણે જાણવું જોઈએ.