GU/Prabhupada 0166 - તમે હિમવર્ષાને રોકી ના શકો



Lecture on BG 2.7-11 -- New York, March 2, 1966

આપણે ભૂલવું ન જોઈએ કે આપણે હમેશા કષ્ટમાં છીએ. ત્રણ પ્રકારના કષ્ટો છે. હું આ આર્થિક સમસ્યા વિષે નથી કહેતો... તે એક બીજા પ્રકારનો કષ્ટ છે. પણ વૈદિક જ્ઞાનના અનુસારે - અથવા તે હકીકત છે - ત્રણ પ્રકારના કષ્ટો છે. એક પ્રકારનો કષ્ટ શરીર અને મનના સંબંધમાં છે... હવે, મને જો થોડો માથાનો દુખાવો થાય છે. હવે મને ખૂબજ ગરમી લાગે છે, મને ખૂબ જ ઠંડી લાગે છે, અને કેટલા બધા શારીરિક કષ્ટો છે. તેવી જ રીતે, આપણા મનના કષ્ટો છે. મારૂ મન આજે સારું નથી. મને થયું હતું... કોઈએ મને કઈ કહ્યું છે. તેથી હું કષ્ટ ભોગવું છું. અથવા મેં કઈ ગુમાવી દીધું કે કોઈ મિત્રને, કેટલી બધી વસ્તુઓ. તો શરીર અને મનના કષ્ટો,અને પ્રકૃતિ દ્વારા કષ્ટો, પ્રકૃતિ. તેને કેહવાય છે આધિદૈવિક, જેના ઉપર નિયંત્રણ નથી. દરેક કષ્ટ ઉપર કોઈ નિયંત્રણ નથી, વિશેષ કરીને... ધારોકે ખૂબ જ હિમવર્ષા થઈ છે. આખો ન્યુયોર્ક શહેર હિમના પૂરથી ભરાઈ ગયું છે, અને આપણે બધા અસુવિધામાં છીએ. તે એક પ્રકારનો કષ્ટ છે. પણ તેની ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. તમે હિમવર્ષા રોકી ના શકો. તમે જોયું? જો કોઈ, કોઈ, પવન, ઠંડો પવન છે, તમે તેને રોકી ના શકો. આને આધિદૈવિક કષ્ટ કેહવાય છે. અને મનના કષ્ટને અને શરીરના કષ્ટને આધ્યાત્મિક કેહવાય છે. અને બીજા કષ્ટો છે, આધિભૌતિક, બીજા જીવો દ્વારા હુમલો, મારો શત્રુ, કોઈ પશુ કે કોઈ જીવજંતુ, કેટલા બધા. તો આ ત્રણ પ્રકારના કષ્ટો હમેશા છે. હમેશા. અને...પણ આપણને આ બધા કષ્ટો જોઈતા નથી. જ્યારે આ પ્રશ્ન આવે છે...

હવે અહી અર્જુન સચેત છે કે "લડાઈ છે, અને મારૂ કર્તવ્ય છે શત્રુ સાથે લડવું, પણ કારણકે તેઓ મારા સગાવહાલા છે, કષ્ટ છે." તો તે તેવું અનુભવે છે. તો જ્યા સુધી એક માણસ તે વસ્તુ વિષે સચેત અને જાગૃત થતો નથી કે આપણે હમેશા કષ્ટ ભોગવીએ છીએ પણ આપણને આ કષ્ટો જોઈતા નથી... આ પ્રશ્ન... તેવા વ્યક્તિએ એક ગુરુ પાસે જવું જોઈએ, જ્યારે તે સચેત છે. તમે જોયું? તો જ્યા સુધી તે પશુ જેવો છે, તેને તે ખબર નથી કે તે હમેશા કષ્ટમાં છે... તે જાણતો નથી, તે ધ્યાન નથી આપતો, કે તે ઉકેલ લાવવા નથી માંગતો. અને અહી અર્જુન કષ્ટ ભોગવી રહ્યો છે, અને તેને સમાધાન લાવવું છે, અને તેથી તે ગુરુનો સ્વીકાર કરે છે. તો જ્યારે આપણે કષ્ટો વિશે સચેત થઈએ છીએ, આપણે આ કષ્ટમય સ્થિતિ પ્રતિ જાગૃત થઈએ છીએ... કષ્ટ છે. કષ્ટ વિષે ભૂલી જવું કે અજ્ઞાનતાનો કોઈ અર્થ નથી. કષ્ટ છે. પણ જ્યારે વ્યક્તિ ખૂબજ ગંભીર છે તેના કષ્ટોનું નિવારણ કરવા માટે, ત્યારે એક ગુરુની જરૂર છે. જેમ કે હવે અર્જુનને હવે એક ગુરુની જરૂર છે. શું તે સ્પષ્ટ છે? હા. તો તે કષ્ટ ત્યાં છે. તેને કોઈ શિક્ષણની જરૂર નથી, માત્ર એવો વિચાર, થોડો વિચાર. કે "મને આ બધા કષ્ટો નથી જોઈતા, પણ હું કષ્ટ ભોગવું છું. કેમ? શું કોઈ ઉકેલ છે? શું છે..?" પણ એક ઉકેલ છે. બધા શાસ્ત્રો, આખું વૈદિક જ્ઞાન, બધું.. અને માત્ર વૈદિક જ્ઞાન નહીં... હવે... ઓહ, તમે સ્કૂલ કેમ જાઓ છો? કેમ તમે કોલેજ જાઓ છો? તમે વૈજ્ઞાનિક શિક્ષણ કેમ લો છો? તમે કાયદાનું શિક્ષણ કેમ લો છો? દરેકનો હેતુ છે આપણા કષ્ટોના નિવારણ માટે. જો કોઈ કષ્ટ ન હોત, તો કોઈએ પણ શિક્ષણ ન લીધું હોત. તમે જોયું? પણ તે એમ વિચારે છે કે, "જો હું શિક્ષિત છું, જો હું ડોક્ટર બની જઈશ, જો હું વકીલ બનીશ કે હું એન્જીનીયર બનીશ, ત્યારે હું સુખી બનીશ." સુખી. તે અંતિમ લક્ષ્ય છે. "મને એક સારી નોકરી મળશે, સરકારી નોકરી. હું સુખી થઈશ."

તો સુખ બધા પ્રયત્નોના અંતે મળે છે. તો... પણ આ કષ્ટોનું નિવારણ, તે અસ્થાયી છે. સાચું કષ્ટ, સાચું કષ્ટ આ ભૌતિક અસ્તિત્વના કારણે છે, આ ત્રણ પ્રકારના કષ્ટો. તો જ્યારે વ્યક્તિ તેના કષ્ટો વિષે જાગૃત છે અને તેને કષ્ટોનું નિવારણ કરવું છે, ત્યારે એક ગુરુની જરૂર પડે છે. હવે,જો તમને તમારા કષ્ટોનો ઉકેલ કાઢવો છે, અને જો તમારે કોઈ વ્યક્તિની સલાહ લેવી છે, હવે કયા પ્રકારના માણસને તમે મળશો જે તમારા બધા કષ્ટોનું નિવારણ કરી શકે છે? તે પસંદગી હોવી જ જોઈએ. જો તમારે કોઈ રત્ન ખરીદવો છે, એક હીરો, તે ખુબજ મૂલ્યવાન છે, અને જો તમે કિરાણાની દુકાને જશો... તેવા પ્રકારનું અજ્ઞાન - તમે છેતરાશો જ. તમે છેતરાશો જ. ઓછામાં ઓછા તમારે એક ઝવેરીને ત્યાં જવું પડશે. ઝવેરીની દુકાને, તમે જોયું? આટલું જ્ઞાન તો તમને હોવું જ જોઈએ.