GU/Prabhupada 0184 - ભૌતિક ધ્વનિ માટેની આસક્તિને આધ્યાત્મિક ધ્વનિ પ્રતિ બદલોLecture on SB 3.26.47 -- Bombay, January 22, 1975

તો ધ્વનિ ખૂબ મહત્વની વસ્તુ છે. આ ધ્વનિ આપણા ભૌતિક જગતમાં બંધનનું કારણ છે. જેમ કે મોટા, મોટા શહેરોમાં લોકો સિનેમા કલાકારો દ્વારા ગવાવેલા આવાજથી આસક્ત છે. અને તેટલું જ નહીં, કેટલી બધી બીજી વસ્તુઓ આપણે રેડીયોના સંદેશ દ્વારા સાંભળીએ છીએ. ધ્વનિ માટે આસક્તિ. અને કારણકે તે ભૌતિક અવાજ છે, આપણે ભૌતિક રીતે બદ્ધ થઇ રહ્યા છીએ, વધારે અને વધારે બદ્ધ. કોઈ નાયિકા, કોઈ સિનેમા કલાકાર, ગાય છે, અને લોકો કેટલુ બધુ પસંદ કરે છે તે ગાયનને સાંભળવું, કે તે કલાકારને પંદર હજાર રુપયા આપવામાં આવે છે એક ગીત માટે. કેટલા બધા છે અહી બોમ્બેમાં. જુઓ જરા કેટલું બધું આકર્ષણ છે આપણને આ ભૌતિક અવાજ માટે. તેવી જ રીતે, તેજ આસક્તિ, જો આપણે હરે કૃષ્ણ મહામંત્ર સાંભળવા માટે ફેરવીશું, તો આપણે મુક્ત થઇ જઈએ છીએ, તેજ અવાજ. એક ભૌતિક છે, બીજું આધ્યાત્મિક છે. તો આ વિધિ દ્વારા તમે અભ્યાસ કરો છો આ આધ્યાત્મિક અવાજથી આસક્ત થવા માટે. ત્યારે તમારું જીવન સફળ થશે.

ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્ની નીર્વાપણમ
શ્રેયઃ કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યા વધુ જીવનમ
આનંદામ્બુધી વર્ધનમ પ્રતિ પદમ પૂર્ણામૃત સ્વાદનમ
(સર્વાત્મા સ્નાપનમ) પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકિર્તનમ
(ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨)

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે હેતુ માટે શરુ કરવામાં આવેલું છે,કે "તમને અવાજ માટે પહેલેથી જ આસક્તિ છે. હવે માત્ર આ આસક્તિને ફેરવી દો આધ્યાત્મિક અવાજ પ્રતિ. ત્યારે તમારું જીવન સફળ થશે." આ હરે કૃષ્ણ આંદોલન છે, તમને શિખવાડે છે કેવી રીતે આ આસક્તિને ભૌતિક અવાજથી અધ્યાત્મિક અવાજ પ્રતિ ફેરવવી." નરોત્તમ દાસ ઠાકુર તેથી ગાય છે, ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન, રતી ના જન્મીલો મોરે તાય. આ અવાજ આધ્યાત્મિક જગતથી આવે છે, ગોલોકેર પ્રેમ-ધન, જપ કરવાથી, આ અવાજને સાંભળવાથી, તમે તમારો ભગવાન પ્રતિનો મૂળ પ્રેમ ફરીથી વિકસિત કરશો. તેની જરૂર છે. પ્રેમ પુમાર્થો મહાન. આ ભૌતિક જગતમાં આપણે ધર્મ અર્થ કામ મોક્ષ (શ્રી.ભા. ૪.૮.૪૧) ને ખૂબજ મહત્વનું માનીએ છીએ . પુરુષાર્થ. ધર્મ, ધાર્મિક બનવું, અને ધાર્મિક બનવાથી, આપણી આર્થિક પ્રગતિ કરવી. ધનમ દેહી, રૂપમ દેહી, યશો દેહી, દેહી દેહી.. કામ. કેમ દેહી દેહી? હવે, કામ, આપણી કામ વાસનાઓને પૂર્ણ કરવા માટે. ધર્માર્થ-કામ, અને જ્યારે આપણે કંટાળી જઈએ છીએ કે આપણી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા, ત્યારે આપણને મોક્ષ જોઈએ છે, ભગવાન સાથે એક થવું. આ ચાર પ્રકારના ભૌતિક કાર્યો છે. પણ આધ્યાત્મિક કાર્ય છે પ્રેમ પુમાર્થો મહાન. ભાગવત પ્રેમને પ્રાપ્ત કરવો, તે સૌથી મોટી સિદ્ધિ છે. પ્રેમ પુમાર્થો મહાન.

તો જીવનના આ લક્ષ્યને સાધવા માટે, પ્રેમ-પુમાર્થો-મહાન, આ યુગમાં વિશેષ કરીને, કલિયુગમાં, ખૂબજ મુશ્કેલ છે, કારણકે આપણે બીજું કઈ નથી કરી શકતા. તે ખૂબજ ખૂબજ મુશ્કેલ છે. સમય વિઘ્નોથી ભરેલો છે. તેથી કલૌ... આ પદ્ધતિ છે, હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ :(ચૈ.ચ. આદિ ૧૭.૨૧) "હરે કૃષ્ણ મંત્રનો જપ કરો," કેવલમ, "માત્ર." "કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા. આ કલિયુગમાં કારણકે મુખ્ય કાર્ય છે કેવી રીતે આ ભૌતિક બંધનથી રાહત મેળવવી... ભૂત્વા ભૂત્વા પ્રલીયતે (ભ.ગી. ૮.૧૯). લોકો એટલું પણ નથી સમજી શકતા, આપણું વાસ્તવિક કષ્ટ શું છે. કૃષ્ણ કહે છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વયમ કહે છે, "આ તમારા કષ્ટો છે." શું? જન્મ મૃત્યુ જરા વ્યાધી (ભ.ગી. ૧૩.૯) "જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન. આ જીવનનું તમારું સાચું કષ્ટ છે." તમે કેમ આ કષ્ટ કે બીજા કષ્ટ વિશે વિચારો છો? તે બધા અસ્થાયી છે. તે બધા આ ભૌતિક પ્રકૃતિના નિયમોની અંદર છે. તમે તેની બહાર ના આવી શકો. પ્રકૃતે: ક્રીયામાણાની ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). પ્રકૃતિ તમને જોર આપશે કરવા માટે કારણકે તમે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા દૂષિત થઇ ગયેલા છો. તેથી તમારે આ ભૌતિક પ્રકૃતિના નિર્દેશન અનુસાર કાર્ય કરવું પડે છે. અને જ્યા સુધી તમે આ ભૌતિક પ્રકૃતિની અંદર છો, ત્યા સુધી તમને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ સ્વીકારવા પડશે. તે તમારૂ સાચું દુખ છે.