GU/Prabhupada 0185 - આપણે આ આકાશી કાર્યકલાપોથી વિચલિત ન થવું જોઈએLecture on SB 3.26.35-36 -- Bombay, January 12, 1975

તમે એક પદ્ધતિમાં ફસાઈ ન જતા. આ પદ્ધતિની જરૂર છે, જો તમે પરમના સાક્ષાત્કાર તરફ પ્રગતિ કરો ત્યારે. પણ જો તમે માત્ર પદ્ધતિનું પાલન કરો અને પરમના સાક્ષાત્કાર તરફ કોઈ પ્રગતિ ના કરો, ત્યારે શ્રીમદ ભાગવતમના અનુસારે અથવા તો વેદોના મતમાં, તે માત્ર શ્રમ છે. તેનું કોઈ મૂલ્ય નથી. તેથી ભાગવત કહે છે, "તે પ્રથમ-વર્ગની ધાર્મિક પદ્ધતિ છે." ભલે તમે તેને હિંદુ કહો કે મુસ્લિમ કહો કે ખ્રિસ્તી કહો કે બુદ્ધ કહો. "તે પ્રથમ શ્રેણીનો ધર્મ છે જે તમને અધોક્ષજના સાક્ષાત્કારમાં મદદ કરે છે." અધોક્ષજ, કૃષ્ણનું બીજુ નામ. અધોક્ષજ એટલે કે તે વિષય વસ્તુ જે તમે તમારા માનસિક તર્ક-વિતર્કથી સમજી નથી શકતા. કે આનુભાવિક જ્ઞાન દ્વારા, અભ્યાસ કરવાથી અને પ્રાયોગિક જ્ઞાન દ્વારા. તેને કેહવાય છે અધોક્ષજ. અધઃ કૃતમ અક્ષજમ જ્ઞાનમ યત્ર.

તો અધોક... તો આપણે તે અધોક્ષજની પાસે જવું જોઈએ. જ્ઞાનના વિવિધ સ્તર છે: પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ, અધોક્ષજ, અપ્રાકૃત. તો આપણે તે અપ્રાકૃત, દિવ્યની તરફ જવું જોઈએ, જે આ ભૌતિક પ્રકૃતિની પરે છે. અધોક્ષજ સૌથી નીચા સ્તરના જ્ઞાન કરતા વધારે નજીક છે, પ્રત્યક્ષ, પ્રત્યાક્ષાપરોક્ષ. તે કનિષ્ઠ-અધિકારમાં છે.

અર્ચાયામ એવ હરયે
પૂજામ ય: શ્રદ્ધયેહતે
ન તદ ભક્તેશુ ચાન્યેશુ
સ ભક્તઃ પ્રકૃત: સ્મૃતઃ
(શ્રી.ભા. ૧૧.૨.૪૭)

તો પ્રાકૃત સ્તર છે પ્રત્યક્ષ જ્ઞાન, સાક્ષાત જ્ઞાન અને પરંપરામાંથી મળેલું જ્ઞાન. પ્રત્યક્ષ, પરોક્ષ, પછી અપરોક્ષ, પછી આત્મ-સાક્ષાત્કાર, પછી અધોક્ષજ, અપ્રાકૃત. તો આ કૃષ્ણ ભાવનામૃત અપ્રાકૃત જ્ઞાન છે. તે કૃષ્ણને જાણવાની સૌથી ઉચું સ્તર છે, અપ્રાકૃત જ્ઞાન. તો, જ્યા સુધી આપણે અધોક્ષજ જ્ઞાન સુધી છીએ, તે વિધિ-નિયમો છે. આપણે નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ. અને અપ્રાકૃત જ્ઞાન પરમહંસ માટે છે. તે... તેને રાગ-ભક્તિ કેહવાય છે. આ સ્તર ઉપર, પ્રત્યક્ષ, પરોક્ષને વિધિ-ભક્તિ કેહવાય છે. પણ વિધિ-ભક્તિ વગર તમે રાગ-ભક્તિના સ્તર ઉપર પહોંચી નથી શકતા, ભલે તે આપણું લક્ષ્ય છે. રાગનુગા, રાગ ભક્તિ વૃંદાવનના ભક્તોના પદચિહ્નોનું અનુસરણ કરીને કરવામાં આવે છે. તેને રાગ ભક્તિ કેહવાય છે. કૃષ્ણના વ્યક્તિગત પાર્ષદો. સીધા કૃષ્ણના વ્યક્તિગત પાર્ષદ બનવું નહીં, પણ કૃષ્ણના નિત્ય પાર્ષદોના પદચિહ્નો ઉપર ચાલીને, આપણે રાગ-ભક્તિના સ્તર ઉપર આવી શકીએ છે. તેને પરા-ભક્તિ કેહવાય છે. તે પરા ભક્તિની જરૂર છે.

બ્રહ્મ-ભૂત પ્રસન્નાત્મા
ન શોચતી ન કાંક્ષતિ
સમઃ સર્વેશુ ભુતેષુ
મદ ભક્તિમ લભતે પરામ
(ભ.ગી. ૧૮.૫૪)

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ધીરે ધીરે આપણને રાગ-ભક્તિ કે પરા-ભક્તિના સ્તર સુધી વિકસિત કરવા માટે છે. ત્યારે આપણું જીવન સફળ છે. તે રીતે આપણે આ આકાશી ક્રિયા પ્રતિક્રિયાથી ચિંતિત ન થવું જોઈએ. જેમ અહી બતાવેલું છે, મૃદુત્વમ કઠિનત્વમ ચ શૈત્યમ ઉષ્ણત્વમ એવ ચ (શ્રી.ભા. ૩.૨૬.૩૬). આપણે આ વસ્તુઓથી વિચલિત છીએ. ધારો કે આપણે જમીન ઉપર પડ્યા છીએ. તે કઠિનત્વમ છે: તે ખૂબજ સખ્ત છે. પણ જો આપણને કોઈ ઓશીકું કે ગાદલું આપવામાં આવે, તે મૃદુત્વમ છે. તેવી જ રીતે, શીતોષ્ણ. જળ, ક્યારેક, તે ખૂબજ શીતળ, ઠંડુ છે, ક્યારેક તે ખૂબજ ગરમ છે. જળ તેજ છે, પણ આકાશની વ્યવસ્થાથી, વિવિધ સ્થાનમાં, વિવિધ દશામાં બને છે. અને તે સુખ કે દુખનો સ્ત્રોત છે, આ ચામડીને કારણે. ચામડી સ્પર્શ છે. તો જો આપણે પૂર્ણ રૂપે સમજીએ કે "હું આ શરીર નથી", તેને સાક્ષાત્કારની જરૂરત છે, આત્માનુભૂતિ.

જેવા આપણે આધ્યાત્મિક ચેતનામાં વધુ પ્રગતિ કરીશું, વધુ આપણે આત્મસ્થમાં સ્થિત થઈશું. તેને કેહવાય છે સ્થિત-પ્રજ્ઞ. ત્યારે આપણે વિચલિત નહીં થઈએ. અને આ ભૌતિક કે આકાશી બદલાવોથી વિચલિત ન થવા માટે આપણે અભ્યાસ કરવો જોઈએ. આપણે કરવો જોઈએ. કારણ કે આપણે આત્મા છીએ, અહમ બ્રહ્માસ્મિ, હું આ ભૌતિક વ્યવસ્થાનો નથી, પણ હું આમાં ટેવાઈ ગયેલો છું, તો અભ્યાસથી હું આ આધ્યાત્મિક સ્તર ઉપર પહોંચ્યો છું. અને અભ્યાસના સાથે સહનશીલતાની જરૂર છે. તેને કેહવાય છે ભજન, સાધન, અથવા તપસ્યા, સહનશીલતા. જે વસ્તુઓ આપણે નથી, પણ કોઈ ન કોઈ રીતે, આપણે તે ભૌતિક વસ્તુઓ સાથે પોતાને ઓળખી લીધા છે, અને ફરીથી અભ્યાસ કરવો, જેનાથી ફરી આધ્યાત્મિક સ્તર ઉપર આવીએ, તે સહનશીલતાને કેહવાય છે તપસ્યા. આ છે તપસ્યાનો અર્થ. તપ: મતલબ દુઃખ, સ્વેચ્છાથી થોડું દુઃખ માથે લેવું.