GU/Prabhupada 0208 - એવા વ્યક્તિની શરણ લો જે કૃષ્ણનો ભક્ત છેLecture on SB 6.1.16 -- Denver, June 29, 1975

એક વૈષ્ણવ ક્યારે પણ કોઈ પાપમય કાર્ય નથી કરતો, અને જે પણ તેણે પૂર્વમાં કરેલું છે, તે પણ સમાપ્ત થઇ જાય છે. તે કૃષ્ણ દ્વારા કહેલું છે. અથવા બીજા શબ્દોમાં, જો તમે શ્રદ્ધાથી ભગવાનની સેવામાં જોડાશો, તો નિશ્ચિત રૂપે તમે પાપમય કર્મોના બધા ફળોથી મુક્ત થઇ જાઓ છો. તો તે કેવી રીતે શક્ય છે?

યથા કૃષ્ણાર્પિત-પ્રાણ: (શ્રી.ભા. ૬.૧.૧૬). પ્રાણ:, પ્રાણૈર અર્થેર ધીયા વાચા (શ્રી.ભા. ૧૦.૨૨.૩૫). પ્રાણ, પ્રાણ મતલબ જીવન. જે વ્યક્તિએ તેનું જીવન કૃષ્ણની સેવામાં સમર્પિત કર્યું છે, તેવો વ્યક્તિ. કેવી રીતે કૃષ્ણની સેવા માટે જીવનનું સમર્પણ શક્ય થઇ શકે છે? તે પણ અહીં વ્યક્ત છે: તત-પુરુષ-નિષેવયા (શ્રી.ભા. ૬.૧.૧૬). તમારે એવા વ્યક્તિનું શરણ લેવું જોઈએ જે કૃષ્ણનો ભક્ત છે, અને તેમની સેવા કરવી જોઈએ. તેનો અર્થ છે કે તમારે એક ભક્તનો સ્વીકાર કરવો જોઈએ, એક સાચા ભક્તનો, એક શુદ્ધ ભક્તનો, તમારા માર્ગદર્શકના રૂપે. તે આપણી પદ્ધતિ છે. રૂપ ગોસ્વામી ભક્તિ-રસામૃત-સિંધુમાં કહે છે, "સૌથી પેહલી પદ્ધતિ છે, સૌથી પહેલું કદમ છે કે, આદૌ ગુર્વાશ્રયમ (ભ.ર.સિ. ૧.૧.૭૪), એક ગુરુનો સ્વીકાર કરવો." ગુરુનો સ્વીકાર કરવો. ગુરુ એટલે કૃષ્ણનો પ્રતિનિધિ. જે કૃષ્ણનો પ્રતિનિધિ નથી, તે ગુરુ નથી બની શકતો. ગુરુનો અર્થ એમ નથી કે કોઈ પણ વ્યર્થ વ્યક્તિ ગુરુ બની શકે છે. ના. માત્ર તત-પુરુષ. તત-પુરુષ એટલે કે તે વ્યક્તિ જેણે પૂર્ણ પુરષોત્તમ ભગવાન કૃષ્ણને જ સર્વસ્વ માની લીધા છે. તત-પુરુષ-નિસેવયા (શ્રી.ભા. ૬.૧.૧૬). તેનો અર્થ છે વૈષ્ણવ, એક શુદ્ધ ભક્ત. તો તે બહુ અઘરું નથી. કૃષ્ણની કૃપાથી શુદ્ધ ભક્તો છે, તો વ્યક્તિએ તેમની શરણ લેવી જોઈએ. આદૌ ગુર્વાશ્રયમ. પછી સદ-ધર્મ-પૃચ્છાત (ભ.ર.સિ. ૧.૧.૭૪): એક પ્રમાણિક ગુરુનો સ્વીકાર કર્યા પછી, વ્યક્તિએ જિજ્ઞાસુ હોવું જોઈએ કૃષ્ણનું વિજ્ઞાન શીખવા માટે. સદ ધર્મ પૃચ્છાત સાધુ માર્ગ અનુગમનમ. અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે વ્યક્તિએ ભક્તોના પદચિહ્નોનું અનુસરણ કરવું જોઈએ, સાધુ-માર્ગ અનુગમનમ.

તો કોણ છે તે સાધુ? તે પણ શાસ્ત્રમાં વ્યક્ત છે, આપણે પેહલાથી જ ચર્ચા કરેલી છે.

સ્વયંભૂ નારદ: શંભુ:
કૌમાર: કપિલો મનુ:
પ્રહલાદો જનકો ભીષ્મો
બલિ વૈયાસકીર વયમ
(શ્રી.ભાગ. ૬.૩.૨૦)

તે બન્ને..., બાર વ્યક્તિઓની વાત થઇ છે, વિશેષ કરીને, કે તેઓ મહાજન છે, તેઓ અધિકૃત છે, પ્રામાણિક ગુરુ, અને તમારે તેમના પથનું અનુસરણ કરવું જોઈએ. તે મુશ્કેલ નથી. તો સ્વયંભૂ એટલે કે બ્રહ્મા. સ્વયંભૂ નારદ: શંભુ, શંભુ એટલે કે ભગવાન શિવ. તો તેમનામાંથી દરેક... બાર મહાજનોમાંથી ચાર ખૂબજ પ્રમુખ છે. તે સ્વયંભૂ, એટલે કે બ્રહ્મા, અને શંભુ, ભગવાન શિવ અને કુમારો. અને બીજો સંપ્રદાય છે, શ્રી સંપ્રદાય, લક્ષ્મીજીથી. તો આપણે એક ગુરુનો સ્વીકાર કરવો જોઈએ જે કડકાઈથી આ ચાર પરંપરામાંથી કોઈ એક પરંપરામાં આવે છે. ત્યારે આપણને લાભ થશે. જો આપણે કોઈ તથા-કથિત ગુરુનો સ્વીકાર કરીશું, ત્યારે તે શક્ય નથી. આપણે ગુરુ-શિષ્ય પરંપરામાં ગુરુનો સ્વીકાર કરવો જોઈએ. તેથી અહીં ભલામણ કરેલી છે, તત-પુરુષ-નિષેવયા: આપણે તેમની હંમેશા શ્રદ્ધાથી અને ખૂબજ પ્રામાણિકતાથી સેવા કરવી જોઈએ. ત્યારે આપણો હેતુ સિદ્ધ થશે. અને જો તમે આ કાર્ય-પદ્ધતિને અપનાવશો, કૃષ્ણને જીવન સમર્પિત કરવું, અને હંમેશા કૃષ્ણની સેવામાં સંલગ્ન થવું, તત-પુરુષના નિર્દેશનમાં - એટલે કે જે વ્યક્તિને બીજુ કોઈ કર્તવ્ય નથી કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કર્યા વગર - ત્યારે આપણું જીવન સફળ છે. આપણે બધા પાપોથી મુક્ત થઇ જશું, અને શુદ્ધ થયા વગર... કારણ કે કૃષ્ણ, અથવા ભગવાન, શુદ્ધ છે, અર્જુને કહ્યું કે,પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરૂષમ શાશ્વતમ દિવ્યમ (ભ.ગી. ૧૦.૧૨-૧૩): "મારા ભગવાન કૃષ્ણ, તમે પરમ શુદ્ધ છો." તો જ્યા સુધી આપણે શુદ્ધ નથી થતા, ત્યાં સુધી આપણે કૃષ્ણની નજીક નથી જઈ શકતા. તે વચન શાસ્ત્રમાં આપેલું છે. અગ્નિ બન્યા વગર, તમે અગ્નિમાં પ્રવેશ નથી કરી શકતા. તેવી જ રીતે, પૂર્ણ રૂપે શુદ્ધ બન્યા વગર, તમે ભગવદ ધામમાં પ્રવેશ નથી કરી શકતા. તે બધા ધાર્મિક પદ્ધતિઓ દ્વારા સ્વીકાર કરવામાં આવેલુ છે. ખ્રિસ્તી પદ્ધતિ પણ તે જ છે, કે શુદ્ધ બન્યા વગર તમે ભગવાનના ધામમાં પ્રવેશી નથી શકતા.