GU/Prabhupada 0209 - કેવી રીતે ભગવદ ધામ પાછા જવુંLecture on SB 6.1.16 -- Denver, June 29, 1975

તો આ મનુષ્ય જીવન આ શુદ્ધિકરણ માટે છે. આપણે ખૂબ મહેનત કરીએ છીએ આપણી રોજી રોટીને મેળવવા. લોકોને ખાલી બેઠા તેમની રોજી રોટી મળતી નથી. તે શક્ય નથી. તેઓ ખૂબ કઠોર મેહનત કરે છે. આ ડેનવર, સુંદર શહેર છે. તે સ્વયં જંગલ કે રણમાંથી પ્રકટ નથી થયું. વ્યક્તિએ ખૂબજ મેહનત કરવી પડે છે આ શહેરને આટલું સુંદર બનાવવા માટે, પૂર્ણ રીતે ઊભું કરવા માટે. તો આપણે કર્મ કરવું પડે છે. જો આપણને સુખ જોઈએ છે, તો આપણે કર્મ કરવું પડે છે. આમા કોઈ સંશય નથી. પણ કૃષ્ણ કહે છે કે યાન્તિ દેવ વ્રતા દેવાન (ભ.ગી.૯.૨૫). કોઈ કર્મ કરે છે આ ભૌતિકે જગતમાં સુખી બનવા માટે, આ જગતમાં ખૂબજ મોટો માણસ બનીને, અથવા થોડા વધુ બુદ્ધિમાન લોકો, તેઓ આ જીવનમાં સુખી નથી બનવા માગતા, પણ તેઓ આવતા જન્મમાં સુખી બનવા માગે છે. ક્યારેક તેઓ ઊંચા ગ્રહ મંડળમાં જાય છે. તો યાન્તિ દેવ વ્રતા દેવાન પિતૃન યાન્તિ પિતૃવ્રતા: (ભ.ગી.૯.૨૫). તો તમે જેવા કર્મ કરશો, તમને ઈચ્છીત ફળ મળશે. પણ છેલ્લા વાક્યમાં કૃષ્ણ કહે છે, મદ્યાજીનો અપિ યાન્તિ મામ: "જો તમે મારા માટે કાર્ય કરશો કે મારી પૂજા કરશો, તો તમે મારી પાસે આવશો." ત્યારે શું અંતર છે કૃષ્ણ પાસે જવાનું અને આ ભૌતિક જગતમાં રહેવા વચ્ચે? અંતર છે આબ્રહ્મ ભુવનાલ લોકા: પુનર આવર્તિનો અર્જુન (ભ.ગી. ૮.૧૬). આ ભૌતિક જગતમાં જો તમે સૌથી ઊંચા ગ્રહ, બ્રહ્મલોકમાં પણ જશો, છતાં, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ છે. અથવા તમારે પાછા આવવું પડશે. જેમ કે આ લોકો ચંદ્ર ગ્રહ ઉપર જઈને ફરી પાછા આવે છે. તો આ પ્રકારના આવવાનું અને જવાનું સારું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). જો તમે એવા ગ્રહ ઉપર જશો, જ્યાથી તમારે ફરી પાછા આ ભૌતિક જગતમાં ન આવવું પડે, તે શ્રેષ્ઠ સિદ્ધિ છે. તે કૃષ્ણલોક છે.

તો કૃષ્ણ કહે છે કે "જો તમે આટલી મહેનત કરો છો આ ભૌતિક જગતમાં સુખી બનવા માટે, તે જ મહેનતથી જો તમે, મને, કૃષ્ણને, પૂજશો, તો તમે મારી પાસે આવશો." મદ્યાજીનો અપિ યાન્તિ મામ. શું વિશેષ લાભ છે? મામ ઉપેત્ય કૌંતેય દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવંતી (ભ.ગી. ૮.૧૫) "જે પણ મારી પાસે આવશે, તેણે ફરી પાછું, આ ભૌતિક જગતમાં આવવું નહીં પડે." તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને શીખવાડે છે કેવી રીતે પાછા ભગવદ ધામ જવું, કૃષ્ણ પાસે. તે લોકોને શાશ્વત કાળ માટે સુખી બનાવશે. તો આ જીવનકાળમાં પણ, કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ, તેઓ દુઃખી નથી. તમે વ્યવહારિક રૂપે જોઈ શકો છો. અમે ખૂબજ સારા ઓરડામાં બેસીને હરે કૃષ્ણનો જપ કરીએ છીએ અને પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. દુઃખ ક્યાં છે? કોઈ દુઃખ નથી. અને બીજી પદ્ધતિઓમાં, લોકોને કેટલા બધા દુઃખોમાથી ગુજરવું પડે છે. અહીં, કૃષ્ણ ભાવનામૃતમાં, કોઈ દુઃખ નથી. તે ભગવદ ગીતામાં વ્યક્ત છે: સુસુખમ કર્તુમ અવ્યયમ (ભ.ગી. ૯.૨). સુસુખમ. જ્યારે તમે ભક્તિમય સેવા કરો છો, ત્યારે માત્ર સુખ જ નહીં - પણ એક બીજો શબ્દ ઉમેરેલો છે, સુસુખમ, "ખૂબ જ સુખદાયી, ખૂબ જ આરામદાયી." કર્તુમ, ભક્તિમય સેવાને કરવી, ખૂબજ આનંદમય છે, ખૂબજ સુખદ છે. અને અવ્યયમ. અવ્યયમ એટલે કે જે પણ તમે કરો છો, તે તમારી કાયમી સંપત્તિ છે. બીજી વસ્તુઓ, તે સમાપ્ત થઈ શકે છે. ધારો કે તમે ખૂબજ ઉન્નત શિક્ષિત વ્યક્તિ છો. તમે એમ.એ., પીએચડી. છો, અને બીજું કઈ પણ. પણ તે અવ્યયમ નથી. તે વ્યયમ છે. વ્યયમ એટલે કે તે અસ્થાયી છે. અને જેવુ તમારૂ શરીર પૂરું થઇ જશે, તમારી કહેવાતી ડિગ્રીઓ પણ પૂરી થઇ જશે. પછી ફરીથી આવતા જન્મમાં, જો તમે મનુષ્ય બનશો... ત્યારે અવશ્ય તમને તક મળશે એમ.એ. કે પી.એચ.ડી કરવા માટે, પણ પહેલી એમ.એ., પી.એચ.ડી. આ જીવનની, તે સમાપ્ત છે.

તો જે પણ આપણે અહીં પ્રાપ્ત કરીએ છીએ, તે અવ્યયમ નથી. વ્યયમ એટલે કે ખર્ચ, અને 'અ' એટલે કે "નહીં", ખર્ચ નથી. જો તમારી પાસે થોડું ધન છે, અને તમે ખર્ચ કરશો, ત્યારે તે વ્યયમ છે, થોડા સમય પછી પૂરું થઇ જશે. અવ્યયમ એટલે કે તમે જેટલું પણ ખર્ચ કરશો, છતાં પૂરું નહીં થાય. તે અવ્યયમ છે. તો કૃષ્ણની ભક્તિમય સેવાને સુસુખમ કર્તુમ અવ્યયમના રૂપે સમજાવવામાં આવેલી છે. જે પણ તમે કરો છો, જો તમે દસ ટકા સુધી સફળતા પ્રાપ્ત કરો છો, ત્યારે તે દસ ટકા તમારી સ્થાયી સંપત્તિ છે. તેથી તે ભગવદ ગીતામાં વ્યક્ત છે: શુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો અભીજાયતે (ભ.ગી. ૬.૪૧). જે લોકો ભક્તિયોગને આ જીવનમાં પૂર્ણ નથી કરી શક્યા, તે લોકોને મનુષ્ય જીવનની બીજી તક મળે છે. માત્ર મનુષ્ય જીવન જ નહીં, પણ એવું કહેલું છે કે તે સ્વર્ગીય લોકમાં જાય છે, ત્યાં ભોગ કરે છે, અને ત્યારે ફરી પાછા આ ભૌતિક જગતમાં આવે છે. અને તે પણ સામાન્ય માણસના રૂપે નહીં. શુચિનામ શ્રીમતામ ગેહે: તે ખૂબજ પવિત્ર પરિવારમાં જન્મ લે છે, જેમ કે બ્રાહ્મણ-વૈષ્ણવ, શુચિનામ,અને શ્રીમતામ, ખૂબજ ધની પરિવાર. ત્યારે તે તેનું કર્તવ્ય છે. જે લોકો ધની પરિવારમાં જન્મ લે છે... તમે અમેરિકીઓ, એવું મનાય છે કે તમે ધની પરિવારમાં જન્મ લીધો છે. વાસ્તવમાં તેવું જ છે. તો તમારે આ રીતે વિચારવું જોઈએ કે "અમારી પૂર્વ ભક્તિમય સેવાને કારણે, કૃષ્ણની કૃપાથી અમને આ દેશમાં જન્મ મળ્યો છે. અહીં કોઈ ગરીબી નથી, શ્રીમતામ. તો તમારે આ કૃષ્ણ ભાવનામૃત ખૂબજ ગંભીરતાથી લેવું જોઈએ. તમને તક મળી છે. તમે ગરીબ પણ નથી. તમારે સમય બરબાદ કરવાની જરૂર નથી, "ખોરાક ક્યાં છે? ખોરાક ક્યાં છે? ખોરાક ક્યાં છે?" જેમ કે બીજા, ગરીબ રાષ્ટ્રોમાં, તેઓ ખૂબજ લજ્જિત થાય છે ખોરાકને શોધવા માટે. પણ તમે ખૂબજ ભાગ્યશાળી છો, તમારું જીવન બરબાદ ન કરતા હિપ્પી બનીને. બગાડો નહીં. ભક્ત બનો, કૃષ્ણના ભક્ત. કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે, અને આપણી પાસે કેટલા બધા કેન્દ્રો છે. માત્ર આ કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન શીખવાનો પ્રયત્ન કરો અને તમારું જીવન પરિપૂર્ણ બનાવો. તે અમારું નિવેદન છે.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.