GU/Prabhupada 0214 - આ આંદોલન ત્યાં સુધી તીવ્ર ગતિએ આગળ વધી શકે છે જ્યાં સુધી આપણે ભક્તો છીએ
Room Conversation 1 -- July 6, 1976, Washington, D.C.
પ્રભુપાદ: ભારતમાં આપણને કેટલી બધી જમીન આપવામાં આવી હતી. પણ આપણી પાસે માણસ નથી સંચાલન કરવા માટે.
સ્વરૂપ દામોદર: મને મણીપુરથી એક પત્ર મળ્યો હતો. તે આજીવન સદસ્ય, કુલવીદ સિંહ, તે ચિંતિત હતા કે આજકાલ જુવાન લોકો ધાર્મિક વિચારોને છોડી દે છે, તો તે કોઈ પ્રકારનું વિદ્યાલય સ્થાપિત કરવા ઈચ્છતા હતા...
પ્રભુપાદ: તે (અસ્પષ્ટ) હોનારત વિવેકાનંદે કરેલી છે, યતો મત તતો પથ (અસ્પષ્ટ).
સ્વરૂપ દામોદર: તો જેવું.... તેઓ એક ઇસ્કોન કેન્દ્ર ખોલવા માગતા હતા, અને તે એક...
પ્રભુપાદ: મારા ખ્યાલથી તે બહુ અઘરું નથી. મણીપુર...
સ્વરૂપ દામોદર: તે ખૂબજ સરળ હશે, કારણકે..
પ્રભુપાદ:...વૈષ્ણવ. તો જો તેઓ સમજશે, તો તે ખૂબ સારું હશે.
સ્વરૂપ દામોદર: બધા સરકારી કર્મચારીઓ પણ. તો તેમણે મને પત્ર લખ્યો હતો કે તેઓ આપણને સારી જમીન, પ્લોટ આપી શકે છે, અને...
પ્રભુપાદ: ઓહ, હા. હવે તે ગોવિંદજીનું મંદિર?
સ્વરૂપ દામોદર: ગોવિંદજીનું મંદિર હવે સરકાર દ્વારા કબજામાં લેવામાં આવ્યું છે, તો મે વાત કરી હતી, મે પત્ર લખ્યો હતો...
પ્રભુપાદ: સરકાર, તેઓ સારી રીતે સંચાલન ના કરી શકે.
સ્વરૂપ દામોદર: તેઓ સારી રીતે સંચાલન નથી કરી રહ્યા.
પ્રભુપાદ: તેઓ ના કરી શકે. જેવુ કોઈ વસ્તુ સરકારના હાથમાં જશે, વિશેષ કરીને ભારતમાં, તે બગડી જાય છે. સરકાર એટલે બધા ચોર અને ગુંડા. કેવી રીતે તેઓ સંચાલન કરશે? તેમને જે પણ મળશે તે માત્ર તેને ગળી જશે. સરકાર એટલે... તેઓ સંચાલન ના કરી શકે, તેઓ ભક્ત નથી. તે ભક્તોના હાથમાં હોવું જોઈએ. તો (અસ્પષ્ટ), ચૂકવેલા માણસોને, થોડું ધન જોઈએ છે, બસ. કેવી રીતે તે મંદિરનું સંચાલન કરી શકે? તે સંભવ નથી.
સ્વરૂપ દામોદર: તે એક રાજનૈતિક સમસ્યા બનશે.
પ્રભુપાદ: બસ તેટલું જ. હે?
સ્વરૂપ દામોદર: તે રાજનીતિમાં ફસાઈ જાય છે. તો તે... પૂજા સાથે લેવા-દેવાનું કઈ પણ નહીં.
પ્રભુપાદ: તો એટલે સરકારે ભક્તોના હાથમાં સોપી દેવું જોઈએ. આપણે માન્ય ભક્તો છીએ, ઇસ્કોન. જો તેમને વાસ્તવિક સંચાલન જોઈએ છે. આપણે સંચાલન કરીએ છીએ, કેટલા બધા કેન્દ્રોને, ભક્તોના લીધે. આ બધું પગારદાર માણસો દ્વારા સંચાલન કરવું શક્ય નથી. તે સંભવ નથી.
ભક્ત: ના.
પ્રભુપાદ: તે ક્યારે પણ...તે નથી... આ આંદોલન ત્યા સુધી આગળ વધી શકે છે જ્યાર સુધી આપણે ભક્તો છીએ, નહિતો તે સમાપ્ત થઇ જશે. તે કોઈ પણ બાહરવાળાઓ દ્વારા સંચાલિત ના થઇ શકે. ના. માત્ર ભક્તો. તે રહસ્ય છે.
ભક્ત: તમે ભક્તને ચૂકવી ના શકો.
પ્રભુપાદ: એહ? ભક્ત: તમે એક ભક્તને ખરીદી ના શકો.
પ્રભુપાદ: તે શક્ય નથી.
ભક્ત: તમે કોઈને ઝાડુ મારવાવાળાને ખરીદી શકો, પણ તમે એક પ્રચારકને ખરીદી ના શકો.
પ્રભુપાદ: ના, તે શક્ય નથી. તે શક્ય નથી. તો જ્યા સુધી આપણે ભક્ત બની રહેશું, ત્યા સુધી આ આન્દોલન આગળ વધશે, વગર કોઈ વિઘ્નના.
ભક્ત: ભક્તોએ આખી દુનિયા ઉપર કબજો કરી લેવો જોઈએ.
પ્રભુપાદ: હા, તે...તે દુનિયા માટે સારું છે.
ભક્ત: હા.
પ્રભુપાદ: જો ભક્ત આખા દુનિયાને સંચાલન માટે લઇ લેશે, ત્યારે બધા સુખી હશે. તેમાં કોઈ સંદેહ નથી. કૃષ્ણને તે જોઈએ છે. તેમને જોઈતું હતું કે પાંડવો સરકારના કાર્યવાહક હોવા જોઈએ. તેથી તેમણે લડાઈમાં ભાગ લીધો હતો. "હા, તમને.... બધા કૌરવોને મારી નાખવા જોઈએ, અને મહારાજ યુધિષ્ઠિરને સ્થાપિત કરવા જોઈએ." તે તેમણે કર્યું. ધર્મ સંસ્થાપનાર્થાય. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). તેમને જોઈએ છે કે બધું સારી રીતે ચાલે અને લોકો ભગવાનના ભક્ત બને. તો તેમનું જીવન સફળ બને. તે કૃષ્ણની યોજના છે. કે, "આ ધૂર્તો ગુમરાહ કરે છે અને તેમને... તેમને માનવ જન્મ મળ્યો છે અને તે બગડી ગયો છે." તેથી હું વાત કરી રહ્યો હતો "સ્વતંત્રતાનો અર્થ શું છે? કૂતરાનો નાચ." જીવન બગડી જાય છે. અને તે પોતાનું જીવન બગાડીને આવતા જન્મમાં કુતરો બનશે, અને આ મોટી, મોટી ઇમારતોને જોયા કરશે, બસ તેટલું જ. આ મોટી ઈમારતો તે લોકોના શું લાભ આપશે જે આવતા જન્મમાં કુતરા બનશે? એવું લઈએ કે, કે જે લોકોએ આ મોટી, મોટી ઇમારતો બનાવી છે, તે આવતા જનમમાં કુતરા બનશે.
સ્વરૂપ દામોદર: પણ તેમને ખબર નથી કે તે આવતા જનમમાં તેઓ કુતરા બનશે.
પ્રભુપાદ: તે મુશ્કેલી છે. તેમને ખબર નથી. તેથી માયા.